-
મરિયમની જિંદગીમાંથી શું શીખવા મળે છે?ચોકીબુરજ—૨૦૦૯ | ફેબ્રુઆરી ૧
-
-
આપણને યુસફ અને મરિયમના દાખલા પરથી ઘણું શીખવા મળે છે. એ જમાનામાં ઈશ્વરના નિયમ પ્રમાણે સામાન્ય લોકોએ ઘેટાંનું બલિદાન ચઢાવવાનું હતું. જેઓ ખૂબ જ ગરીબ હોય તેઓ કબૂતરના બચ્ચાંનું અર્પણ ચઢાવી શકતા. ઈસુના જન્મના ૪૦ દિવસ પછી યુસફ અને મરિયમે ‘એક જોડ હોલાનો અથવા કબૂતરનાં બે બચ્ચાંનું અર્પણ ચઢાવ્યું.’a (લુક ૨:૨૨-૨૪) એના પરથી આપણને જોવા મળે છે કે તેઓ કેટલા ગરીબ હતા. તેમ છતાં તેઓએ જીવન-જરૂરી વસ્તુઓ માટે યહોવાહ પર ભરોસો રાખ્યો. અને પરમેશ્વરની ભક્તિને જીવનમાં પહેલી રાખી.—પુનર્નિયમ ૬:૬, ૭.
-
-
મરિયમની જિંદગીમાંથી શું શીખવા મળે છે?ચોકીબુરજ—૨૦૦૯ | ફેબ્રુઆરી ૧
-
-
a એક પક્ષીને પાપાર્થાર્પણ તરીકે ચડાવવામાં આવતું. (લેવીય ૧૨:૬, ૮) એ ચઢાવીને મરિયમ બતાવતી હતી કે તેને પણ આદમથી વારસામાં પાપ મળ્યું છે.—રૂમી ૫:૧૨.
-