-
ભોજનનું આમંત્રણઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
“એક માણસે સાંજનો ભોજન સમારંભ ગોઠવ્યો અને ઘણાને આમંત્રણ આપ્યું. . . . તેણે આમંત્રણ આપેલાઓને આમ કહેવા પોતાના ચાકરને મોકલ્યો: ‘ચાલો, કેમ કે હવે બધું તૈયાર છે.’ પણ, તેઓ બધા બહાનાં કાઢવાં લાગ્યાં. પહેલાએ તેને કહ્યું, ‘મેં ખેતર ખરીદ્યું છે અને મારે એ જઈને જોવાનું છે; મને માફ કર, હું આવી નહિ શકું.’ અને બીજાએ કહ્યું, ‘મેં પાંચ જોડી બળદ લીધા છે અને હું તેઓને તપાસવા જાઉં છું; મને માફ કર, હું આવી નહિ શકું.’ વળી, બીજા એકે કહ્યું, ‘મેં હમણાં જ લગ્ન કર્યા છે, એટલે હું આવી નથી શકતો.’”—લુક ૧૪:૧૬-૨૦.
એ બધાં ખોટાં બહાનાં હતાં! ખેતર કે જાનવર ખરીદતા પહેલાં માણસ એની તપાસ કરે છે, એટલે પછીથી એની તપાસ કરવાની જરૂર પડતી નથી. ત્રીજો માણસ કંઈ લગ્નની તૈયારી કરી રહ્યો ન હતો, તેના લગ્ન તો થઈ ગયા હતા. એટલે, મહત્ત્વનું આમંત્રણ સ્વીકારતા તેને કંઈ રોકતું ન હતું. આ બહાનાં સાંભળીને ગુસ્સે ભરાયેલા માલિકે પોતાના ચાકરને કહ્યું:
-
-
ભોજનનું આમંત્રણઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
ઈસુએ ઉદાહરણથી સરસ રીતે બતાવી આપ્યું કે યહોવા ઈશ્વરે કઈ રીતે ઈસુ ખ્રિસ્ત દ્વારા સ્વર્ગના રાજ્ય માટે લોકોને આમંત્રણ આપ્યું હતું. યહુદીઓ, ખાસ કરીને યહુદી ધર્મગુરુઓને પ્રથમ આમંત્રણ મળ્યું હતું. તેઓમાંના મોટા ભાગના ધર્મગુરુઓએ ઈસુના સેવાકાર્ય દરમિયાન એ આમંત્રણ સ્વીકાર્યું નહિ. પણ, એ આમંત્રણ તેઓ પૂરતું જ ન હતું. ઈસુ સૂચવી રહ્યા હતા કે પછી એ આમંત્રણ સમાજના કચડાયેલા યહુદીઓને અને યહુદી બનેલા લોકોને ભાવિમાં આપવામાં આવશે. છેલ્લે, એ આમંત્રણ એવા લોકોને આપવામાં આવશે, જેઓને યહુદીઓ ઈશ્વર માટે અયોગ્ય ગણતા હતા.—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૨૮-૪૮.
-