-
યહોવાની ભક્તિમાં આનંદ જાળવી રાખીએચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
-
-
૮, ૯. (ક) ગરીબ વિધવાના સંજોગો કેવા હતા? (ખ) વિધવાના મનમાં કેવી ખોટી લાગણીઓ થઈ હશે?
૮ યરૂશાલેમના મંદિરમાં ઈસુએ એક ગરીબ વિધવાને જોઈ. આપણે જે ઇચ્છીએ એ ન કરી શકીએ તોપણ આનંદી વલણ રાખવા એ વિધવાનો દાખલો મદદ કરે છે. (લુક ૨૧:૧-૪ વાંચો.) એ વિધવાના સંજોગોનો વિચાર કરો. તે પતિ ગુમાવવાના દુઃખની સાથે સાથે લોભી ધર્મગુરુઓને પણ સહેતી હતી, જેઓ મદદ કરવાને બદલે ‘વિધવાઓના ઘર ખાઈ જતા.’ (લુક ૨૦:૪૭) તે એટલી ગરીબ હતી કે દાનમાં એટલા જ પૈસા નાખી શકતી, જે એક મજૂર થોડીક મિનિટોમાં જ કમાઈ લેતો.
૯ કલ્પના કરો કે એ વિધવા મંદિરના આંગણામાં બે નાના સિક્કા લઈને આવી ત્યારે તેને કેવું લાગ્યું હશે. શું તે એમ વિચારતી હશે કે, પતિ જીવતા હોત ત્યારે જે દાન આપ્યું હોત એના કરતાં હમણાં ઘણું ઓછું આપી રહી છે? બીજાઓને ઘણું દાન નાખતા જોઈ, શું તેને શરમ લાગી હશે અને થયું હશે કે પોતાનું દાન સાવ નજીવું છે? ભલે તેને આવી લાગણી થઈ હશે છતાં, તેણે સાચી ભક્તિને ટેકો આપવા પોતાનાથી બનતું બધું આપ્યું.
-
-
યહોવાની ભક્તિમાં આનંદ જાળવી રાખીએચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
-
-
૧૧. વિધવાના દાખલામાંથી તમને શું શીખવા મળે છે?
૧૧ સંજોગોની અસર તમે યહોવાને જે કંઈ આપો એના પર પડે છે. ઉંમર કે બીમારીને લીધે અમુક લોકો પ્રચારમાં પહેલાં જેટલો સમય હવે આપી શકતા નથી. શું તેઓએ એમ વિચારવું જોઈએ કે તેઓએ પ્રચારનો રિપોર્ટ આપવાનો કોઈ અર્થ નથી? ભલે, તમે યુવાન કે તંદુરસ્ત હો તોપણ, તમને લાગી શકે કે બીજાં ભાઈ-બહેનો કરતાં તમે ઓછા કલાકો આપો છો. છતાં, ગરીબ વિધવાના દાખલામાંથી શીખવા મળે છે કે, યહોવા આપણા કામને ધ્યાનમાં લે છે. ખાસ કરીને, એવા કિસ્સામાં જ્યારે સંજોગો બહુ અઘરા હોય. ગયા વર્ષે તમે યહોવાની ભક્તિમાં જે કર્યું એના પર વિચાર કરો. એ સમયે પ્રચારના કલાકોમાંનો શું કોઈ એવો કલાક હતો, જેને માટે તમારે કોઈ ભોગ આપવો પડ્યો હતો? જો એમ હોય તો ખાતરી રાખો કે એ એક કલાક આપવા તમે જે કંઈ કર્યું એને યહોવા કીમતી ગણે છે. તમે જ્યારે એ ગરીબ વિધવાની જેમ ભક્તિમાં તમારાથી બનતું બધું કરો છો, ત્યારે “તમારામાં વિશ્વાસ છે” એવું સાબિત થાય છે.
-