વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીકોદેમસમાંથી બોધપાઠ લો
    ચોકીબુરજ—૨૦૦૨ | ફેબ્રુઆરી ૧
    • ઈસુએ પૃથ્વી પર પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું એના ફક્ત છ મહિના પછી જ, નીકોદેમસને ખબર પડે છે કે ઈસુ ‘દેવ પાસેથી આવેલા ઉપદેશક છે.’ ઈસુએ હમણાં જ યરૂશાલેમમાંના ૩૦ સી.ઈ.ના પર્વમાં કરેલા ચમત્કારથી પ્રભાવિત થઈને નીકોદેમસ રાત્રે ઈસુ પાસે આવે છે અને તેમનામાં પોતાનો વિશ્વાસ કબૂલ કરીને આ શિક્ષક પાસેથી વધારે શીખે છે. એ સમયે, ઈસુ નીકોદેમસને પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશવા “નવો જન્મ” લેવા વિષેનું ઊંડું સત્ય જણાવે છે. ઈસુ તેને એમ પણ કહે છે: “દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.”​—⁠યોહાન ૩:​૧-​૧૬.

      નીકોદેમસ સમક્ષ કેવું અદ્‍ભુત ભાવિ રહેલું હતું! તે ઈસુનો ગાઢ મિત્ર બનીને ઈસુએ પૃથ્વી પર કરેલાં વિવિધ કાર્યોનો આંખે દેખ્યો સાક્ષી બની શક્યો હોત. યહુદીઓના શાસક અને ઈસ્રાએલીઓના શિક્ષક તરીકે, નીકોદેમસને પરમેશ્વરના શબ્દનું સારું એવું જ્ઞાન હતું. તે ઊંડી સમજણ ધરાવતો હોવાથી, ઈસુ પરમેશ્વરે મોકલેલા ઉપદેશક છે એમ તરત જ ઓળખી ગયો હતો. નીકોદેમસ આત્મિક બાબતોમાં ખૂબ રસ લેતો હતો અને તે ઘણો નમ્ર પણ હતો. યહુદીઓની સર્વોચ્ચ અદાલત (સાન્હેડ્રીન)ના એક સભ્ય માટે, એક ગરીબ સુથારના દીકરાને પરમેશ્વર તરફથી આવેલા માણસ તરીકે સ્વીકારવા એ કેટલું અઘરું હશે! આ સર્વ ગુણો ઈસુના શિષ્ય બનવા માટે ખૂબ મહત્ત્વના છે.

  • નીકોદેમસમાંથી બોધપાઠ લો
    ચોકીબુરજ—૨૦૦૨ | ફેબ્રુઆરી ૧
    • સૌ પ્રથમ, યોહાને બતાવ્યું કે યહુદી શાસક ‘રાત્રે ઈસુની પાસે આવ્યો.’ (યોહાન ૩:૨) એક બાઇબલ વિદ્વાન કહે છે: “નીકોદેમસ કોઈથી બીતો હતો એટલા માટે રાત્રે આવ્યો ન હતો. પરંતુ, તે ટોળાથી દૂર રહેવા માંગતો હતો કે જેથી ઈસુ સાથેની તેની મુલાકાતમાં ખલેલ ન પડે.” તેમ છતાં, યોહાન ‘રાત્રે ઈસુની પાસે આવનાર’ નીકોદેમસનો એ જ અર્થમાં ઉલ્લેખ કરે છે જે તેમણે આરીમથાઈના યુસફ માટે કર્યો હતો કે તે “ઈસુનો એક શિષ્ય હતો, પણ યહુદીઓના ધાકને લીધે ગુપ્ત રીતે શિષ્ય હતો.” (યોહાન ૧૯:૩૮, ૩૯) તેથી, દેખીતી રીતે જ નીકોદેમસે પણ ‘યહુદીઓની ધાકને’ લીધે ઈસુની રાત્રે મુલાકાત લીધી હતી, જેમ તેના સમયના બીજા ફરોશીઓ ઈસુ સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવાથી ડરતા હતા.​—⁠યોહાન ૭:⁠૧૩.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૭)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો