વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પરમેશ્વરના પ્રેમથી આપણને કોણ અલગ કરી શકે?
    ચોકીબુરજ—૨૦૦૧ | ઑક્ટોબર ૧૫
    • ૧૪ રૂમી ૮:૩૮, ૩૯ વાંચો. પાઊલને શાનાથી ખાતરી થઈ કે ખ્રિસ્તીઓને પરમેશ્વરના પ્રેમથી કંઈ પણ બાબત અલગ કરી શકે નહિ? નિઃશંક, પાઊલના પ્રચાર કાર્યના અનુભવે તેમના વિશ્વાસને દૃઢ કર્યો કે મુશ્કેલીઓથી પરમેશ્વરના આપણા માટેના પ્રેમને કંઈ અસર થશે નહિ. (૨ કોરીંથી ૧૧:૨૩-૨૭; ફિલિપી ૪:૧૩) વળી, પાઊલ યહોવાહના અનંત હેતુ વિષે તેમ જ તેમણે પોતાના લોકો સાથે ભૂતકાળમાં કરેલા વ્યવહાર વિષે જાણતા હતા. યહોવાહની વફાદારીથી સેવા કરતા લોકો માટે શું મરણ પરમેશ્વરનો પ્રેમ ઓછો કરી શકે? ના, જરાય નહિ! આવી વિશ્વાસુ વ્યક્તિઓ મરી જાય તોપણ, પરમેશ્વર તેઓને ભૂલશે નહિ અને તે તેઓને નિયુક્ત સમયે સજીવન કરશે.—લુક ૨૦:૩૭, ૩૮; ૧ કોરીંથી ૧૫:૨૨-૨૬.

  • પરમેશ્વરના પ્રેમથી આપણને કોણ અલગ કરી શકે?
    ચોકીબુરજ—૨૦૦૧ | ઑક્ટોબર ૧૫
    • ૧૬ આપણે દુષ્ટ જગતના બનાવો, પરિસ્થિતિ અને સંજોગોથી ડરી જવું જોઈએ નહિ જેને પ્રેષિત પાઊલ “વર્તમાન” કહે છે તેમ જ, ‘ભવિષ્યમાં’ આવનાર બાબતો પણ યહોવાહના પોતાના લોકો માટેના પ્રેમને તોડી શકશે નહિ. સરકારો કે દુષ્ટ આત્માઓ આપણી વિરુદ્ધ યુદ્ધ કરી શકે, પરંતુ યહોવાહનો પ્રેમ આપણને ટકાવી રાખે છે. પાઊલે બતાવ્યું તેમ, “ઊંચાણ કે ઊંડાણ” યહોવાહના પ્રેમને અટકાવી શકશે નહિ. હા, પરમેશ્વરના પ્રેમથી આપણને અલગ કરી શકે એવી કંઈ પણ બાબત આપણને નિરુત્સાહ કરી શકશે નહિ કે આપણા પર અસર કરી શકશે નહિ. કોઈ પણ સૃષ્ટ કરેલી વસ્તુ ઉત્પન્‍નકર્તા સાથેના તેમના વિશ્વાસુ સેવકોના સંબંધને તોડી શકશે નહિ. યહોવાહનો પ્રેમ કદી નિષ્ફળ નહિ જાય; એ હંમેશા રહેશે.—૧ કોરીંથી ૧૩:૮.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો