-
બધામાં પ્રમાણિક રહોદુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
૨. રોજબરોજના જીવનમાં કઈ રીતે બતાવી શકીએ કે આપણે પ્રમાણિક છીએ?
યહોવા ચાહે છે કે આપણે ‘એકબીજા સાથે સાચું બોલીએ.’ (ઝખાર્યા ૮:૧૬, ૧૭) એટલે આપણે કુટુંબીજનો, મંડળનાં ભાઈ-બહેનો, સાથે કામ કરનારાઓ કે સરકારી અધિકારીઓ સાથે વાત કરતી વખતે જૂઠું બોલતા નથી અથવા આપણી વાતોથી તેઓને ગેરમાર્ગે દોરતા નથી. આપણે ચોરી કરતા નથી કે કોઈને છેતરતા નથી. (નીતિવચનો ૨૪:૨૮ અને એફેસીઓ ૪:૨૮ વાંચો.) સરકાર જે કરવેરા કે ટૅક્સ માંગે છે, એ આપણે ભરીએ છીએ. (રોમનો ૧૩:૫-૭) આવું કરીને આપણે ‘બધી રીતે પ્રમાણિક રહીએ છીએ.’—હિબ્રૂઓ ૧૩:૧૮.
-
-
કોઈનો પક્ષ ન લઈએદુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
પાઠ ૪૫
કોઈનો પક્ષ ન લઈએ
ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું, “તમે દુનિયાના નથી.” (યોહાન ૧૫:૧૯) દુનિયાથી અલગ રહેવાની એક રીત છે, કોઈનો પક્ષ ન લેવો. એનો અર્થ થાય, રાજકારણ કે યુદ્ધોમાં કોઈનો પક્ષ ન લેવો અથવા કોઈ ભાગ ન લેવો. પણ દરેક વખતે એમ કરવું સહેલું નથી હોતું. બની શકે કે લોકો આપણને ખરું-ખોટું સંભળાવે, મહેણાં-ટોણાં મારે. પણ કોઈનો પક્ષ ન લેવા અને યહોવા ઈશ્વરને વફાદાર રહેવા આપણે શું કરી શકીએ? ચાલો જોઈએ.
૧. યહોવાના ભક્તો માનવીય સરકારો વિશે શું વિચારે છે?
યહોવાના ભક્તો તરીકે આપણે માનવીય સરકારોને માન આપીએ છીએ. આપણે ઈસુની આ વાત માનીએ છીએ, ‘જે સમ્રાટનું છે એ સમ્રાટને આપો.’ (માર્ક ૧૨:૧૭) એનો અર્થ થાય કે આપણે દેશના કાયદા-કાનૂન પાળીએ છીએ. જેમ કે, કરવેરો ભરીએ છીએ. બાઇબલમાં જણાવ્યું છે કે સરકારોને રાજ કરવાની પરવાનગી યહોવાએ આપી છે. (રોમનો ૧૩:૧) એનાથી ખબર પડે છે કે સરકારો પાસે યહોવા કરતાં ઓછો અધિકાર છે. આપણને ભરોસો છે કે ફક્ત યહોવા ઈશ્વર અને તેમનું રાજ્ય જ માણસજાતની બધી મુશ્કેલીઓનો અંત લાવશે.
૨. કોઈનો પક્ષ નથી લેતા એવું કઈ રીતે બતાવી શકીએ?
ઈસુની જેમ આપણે પણ રાજકારણમાં ભાગ નથી લેતા. એકવાર ઈસુનો ચમત્કાર જોઈને લોકો તેમને રાજા બનાવવા માંગતા હતા, પણ ઈસુએ ના પાડી દીધી અને ત્યાંથી ચાલ્યા ગયા. (યોહાન ૬:૧૫) શા માટે? થોડા સમય પછી તેમણે જે કહ્યું એમાં એનો જવાબ મળે છે. તેમણે કહ્યું, “મારું રાજ્ય આ દુનિયાનું નથી.” (યોહાન ૧૮:૩૬) આપણે ઈસુના પગલે ચાલીએ છીએ, એટલે ઘણી રીતે બતાવીએ છીએ કે આપણે કોઈનો પક્ષ નથી લેતા. જેમ કે, યુદ્ધોમાં ભાગ નથી લેતા. (મીખાહ ૪:૩ વાંચો.) આપણે ધ્વજ જેવાં રાષ્ટ્રીય પ્રતીકોને માન આપીએ છીએ, પણ એની ભક્તિ નથી કરતા. (૧ યોહાન ૫:૨૧) આપણે કોઈ પણ રાજકીય પાર્ટી કે નેતાનો પક્ષ નથી લેતા અથવા તેઓ વિરુદ્ધ કંઈ બોલતા નથી. આવી અનેક રીતોએ બતાવીએ છીએ કે આપણે ઈશ્વરના રાજ્યને પૂરેપૂરા વફાદાર છીએ.
વધારે જાણો
અમુક વખતે કોઈનો પક્ષ ન લેવો અઘરું બની શકે. એવા સંજોગો કયા છે? એવા સંજોગોમાં આપણે કઈ રીતે સારો નિર્ણય લઈ શકીએ, જેથી યહોવા ખુશ થાય? ચાલો જોઈએ.
૩. યહોવાના ભક્તો કોઈનો પક્ષ લેતા નથી
કોઈનો પક્ષ ન લેવા વિશે આપણે ઈસુ અને તેમના શિષ્યો પાસેથી ઘણું શીખી શકીએ છીએ. રોમનો ૧૩:૧, ૫-૭ અને ૧ પિતર ૨:૧૩, ૧૪ વાંચો. પછી વીડિયો જુઓ અને નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
આપણે કેમ સરકારોને માન આપવું જોઈએ?
કઈ રીતોએ બતાવી શકીએ કે આપણે સરકારોને આધીન છીએ?
જ્યારે બે દેશો વચ્ચે યુદ્ધ ચાલતું હોય, ત્યારે કદાચ અમુક દેશ દાવો કરે કે તેઓ કોઈનો પક્ષ લેતા નથી. પણ તેઓ કોઈ ને કોઈ રીતે બંને દેશોને સાથ આપતા હોય છે. તો પછી કોઈનો પક્ષ ન લેવો, એનો ખરો અર્થ શું થાય? યોહાન ૧૭:૧૬ વાંચો. પછી વીડિયો જુઓ અને નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
કોઈનો પક્ષ ન લેવો, એનો શું અર્થ થાય?
જો સરકાર એવું કંઈક કરવા કહે જે ઈશ્વરના નિયમની વિરુદ્ધ હોય, તો આપણે શું કરવું જોઈએ? પ્રેરિતોનાં કાર્યો ૫:૨૮, ૨૯ વાંચો. પછી વીડિયો જુઓ અને નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
જો માનવીય સરકારોનો નિયમ ઈશ્વરના નિયમની વિરુદ્ધ હોય, તો આપણે કોનો નિયમ પાળવો જોઈએ?
કયા સંજોગોમાં યહોવાના ભક્તો સરકારનો નિયમ નહિ પાળે?
૪. વિચારો અને કામોમાં કોઈનો પક્ષ ન લઈએ
૧ યોહાન ૫:૨૧ વાંચો. પછી વીડિયો જુઓ અને નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
અયેંગેભાઈએ કેમ રાજકીય પક્ષમાં જોડાવાની અને ધ્વજવંદન કરવાની ના પાડી?
શું તેમણે જે કર્યું એ યોગ્ય હતું?
એવા કયા સંજોગો છે, જેમાં આપણે બીજાનો પક્ષ લેવા લાગીએ? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
અલગ અલગ દેશોના ખેલાડીઓ એકબીજા સામે રમતા હોય ત્યારે, એ રમતો જોતી વખતે આપણે કઈ રીતે કોઈનો પક્ષ લેવાનું ટાળી શકીએ?
નેતાઓના નિર્ણયના લીધે ભલે આપણને ફાયદો થાય કે નુકસાન, આપણે કઈ રીતે કોઈનો પક્ષ લેવાનું ટાળી શકીએ?
આપણે જે સમાચાર સાંભળીએ છીએ અને જેઓ સાથે હળીએ-મળીએ છીએ, એનાથી કઈ રીતે કોઈનો પક્ષ લેવાના જોખમમાં પડી શકીએ?
જો કોઈ પૂછે: “તમે કેમ ધ્વજને સલામી આપતા નથી અથવા રાષ્ટ્રગીત ગાતા નથી?”
તમે જવાબમાં શું કહેશો?
આપણે શીખી ગયા
યહોવાના ભક્તો રાજકારણમાં ભાગ લેતા નથી કે કોઈનો પક્ષ લેતા નથી. તેઓ પૂરી કોશિશ કરે છે કે પોતાનાં વિચારો, વાતો અને કામોમાં પણ કોઈનો પક્ષ ન લે.
તમે શું કહેશો?
આપણે સરકારોને શું આપવું જોઈએ?
આપણે કેમ રાજકારણમાં કોઈનો પક્ષ ન લેવો જોઈએ?
એવા કયા સંજોગો છે, જેમાં આપણે કોઈનો પક્ષ લેવાના જોખમમાં પડી શકીએ?
વધારે માહિતી
કોઈનો પક્ષ ન લેવા આપણે કદાચ શું જતું કરવું પડે?
અમુક સંજોગોમાં કોઈનો પક્ષ ન લેવો અઘરું બની શકે. કુટુંબ કઈ રીતે એવા સંજોગોનો વિચાર કરીને પહેલેથી તૈયારી કરી શકે?
એક માણસ મોટા અધિકારી હતા, જેમના માથે દેશની સુરક્ષાની જવાબદારી હતી. તેમને એનાથી પણ મોટું સન્માન મળ્યું. એ વિશે આ વીડિયોમાં જુઓ.
નોકરી-ધંધાની પસંદગી કરતી વખતે કઈ રીતે બતાવી શકીએ કે આપણે આ દુનિયાનો ભાગ નથી?
-