-
રૂમી ઇતિહાસમાંથી એક ખાસ બોધપાઠચોકીબુરજ—૨૦૦૨ | જૂન ૧૫
-
-
કદાચ તમે વિચારતા હશો કે આ ગ્લેડીયેટરો કોણ હતા. તેઓ ગુલામો, મોતની સજા માટે રાહ જોઈ રહેલા ગુંડાઓ, કેદીઓ, અથવા સામાન્ય લોકો હતા જેઓ અમીર કે પ્રખ્યાત બનવા ચાહતા હતા. ગ્લેડીયેટરની શાળાઓ કેદની માફક ચલાવવામાં આવતી હતી. રમતો અને હરીફાઈઓ નામનું ઇટાલિયન પુસ્તક કહે છે કે, ગ્લેડીયેટરો “પર સિપાઈઓ કડક નજર રાખતા હતા. તેઓના નિયમો બહુ કડક હતા અને નિયમનો ભંગ કરનારને સખત સજા મળતી હતી . . . એ ક્રૂર વાતાવરણને લીધે ઘણા કેદીઓ તેઓની સામે થઈ જતા અને અમુક તો આપઘાત પણ કરતા.” રોમની સૌથી મોટી શાળામાં લગભગ હજાર કેદીઓ માટે જગ્યા હતી. કેદીઓ જુદા જુદા હથિયારો વાપરવામાં કુશળ હતા. અમુક બખતર, ઢાલ અને તલવારનો ઉપયોગ કરતા, જ્યારે બીજાઓ જાળ અને ત્રિશૂળથી લડવામાં ચપળ હતા. બીજાઓએ જંગલી પ્રાણીઓ સાથે લડવાની તાલીમ લીધી હતી. શું એમ બની શકે કે પાઊલ આવા બનાવો વિશે વાત કરી રહ્યા હતા?
-
-
રૂમી ઇતિહાસમાંથી એક ખાસ બોધપાઠચોકીબુરજ—૨૦૦૨ | જૂન ૧૫
-
-
સ્ટેડીયમમાં સવારનો સમય શિકાર માટે રાખ્યો હતો. રમત માટે ત્યાં અનેક પ્રકારના જંગલી પ્રાણીઓ લાવવામાં આવતા. એમાં તો ખાસ બળદ અને રીંછ વચ્ચે ઝપાઝપી જોવી લોકોને બહુ ગમતી. ઘણી વખત બળદ અને રીંછને એકબીજા સાથે, મરે નહિ ત્યાં સુધી, બાંધી દેવામાં આવતા. ત્યાર પછી, કોઈ શિકારી તેમાંથી બચેલા પ્રાણીને મારી નાખતો. અમુક સમયે સિંહ અને વાઘ વચ્ચે અથવા હાથી અને રીંછ વચ્ચે હરીફાઈ કરવામાં આવતી હતી. પોતાની કળા બતાવવા માટે શિકારીઓ, પ્રાણીઓની જાહેરમાં કતલ કરતા. એ પ્રાણીઓ દુનિયાભરથી લાવવામાં આવતા. એમાં ચિત્તો, ગેંડો, જિરાફ, જંગલી કૂતરો, ઊંટ, વરુ, વરાહ, અને હરણ જેવા પ્રાણીઓનો સમાવેશ થતો.
શિકારને યાદગાર બનાવવા માટે ખાસ સીન ગોઠવવામાં આવતા. જંગલની નકલ કરવા માટે મેદાનમાં મોટા મોટા પથ્થરો, ઝાડો અને તળાવો ગોઠવવામાં આવતા. અમુક સ્ટેડીયમમાં જંગલી પ્રાણીઓને જાદુઈ રીતે રજૂ કરવા માટે મેદાનમાં ભોંયરામાંથી લીફ્ટ દ્વારા ઉપર લાવવામાં આવતા. જંગલી પ્રાણીઓનો અણધાર્યો સ્વભાવ જોઈને પ્રેક્ષકોને વધુ ગરમી ચડતી કારણ કે તેઓને શિકારની ક્રૂરતા જોવામાં ખૂબ રસ હતો.
-