-
વાચકો તરફથી પ્રશ્નોચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
-
-
પ્રેરિત પાઊલને ‘ત્રીજા સ્વર્ગમાં અને જીવનના બાગમાં’ લઈ જવામાં આવ્યા હતા. એનો શું અર્થ થાય?—૨ કોરીં. ૧૨:૨-૪.
૨ કોરીંથીઓ ૧૨:૨, ૩માં પાઊલે લખ્યું, એક માણસને “ત્રીજા સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો હતો.” એ માણસ કોણ હતો? કોરીંથ મંડળને લખેલા પત્રમાં પાઊલે સાફ જણાવ્યું હતું કે, ઈશ્વર તેમને પ્રેરિત તરીકે વાપરી રહ્યા છે. (૨ કોરીં. ૧૧:૫, ૨૩) પછી તેમણે “દર્શનો અને પ્રભુના સંદેશાઓ” વિશે જણાવ્યું હતું. એ સમયે પાઊલે બીજા ભાઈઓ વિશે કંઈ જણાવ્યું ન હતું. એટલે, સમજી શકાય કે પાઊલ પોતાની જ વાત કરી રહ્યા હતા, જેમને દર્શનો અને પ્રભુના સંદેશાઓ મળ્યા હતા.—૨ કોરીં. ૧૨:૧, ૫.
આ બતાવે છે કે, જેમને ‘ત્રીજા સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા’ અને ‘જીવનના બાગમાં’ લઈ જવામાં આવ્યા, એ માણસ બીજું કોઈ નહિ પણ પાઊલ હતા. (૨ કોરીં. ૧૨:૨-૪) તેમણે “સંદેશાઓ” શબ્દ વાપર્યો હતો. એ બતાવે છે કે ભાવિ વિશે તેમને કંઈક જણાવવામાં આવ્યું હતું.
‘ત્રીજું સ્વર્ગ’ શાને રજૂ કરે છે?
બાઇબલમાં ‘સ્વર્ગ’ અને ‘આકાશ’ શબ્દો વપરાયા છે. (ઉત. ૧૧:૪; ૨૭:૨૮; માથ. ૬:૨૬) પણ, અમુક કિસ્સાઓમાં બીજી બાબતો માટે પણ એ શબ્દો વપરાયા છે. જેમ કે માણસોની સત્તા. (દાની. ૪:૨૦-૨૨) અથવા, ઈશ્વરની સત્તા પણ હોઈ શકે, જે તેમના રાજમાં અમલમાં આવશે.—પ્રકટી. ૨૧:૧.
પાઊલે ‘ત્રીજું સ્વર્ગ’ જોયું હતું. એનો શું અર્થ થાય? બાઇબલમાં કોઈ શબ્દ કે વાત પર ભાર મૂકવા, એ ત્રણ વાર જણાવવામાં આવે છે. (યશા. ૬:૩; હઝકી. ૨૧:૨૭; પ્રકટી. ૪:૮) એવું લાગે છે કે, અહીંયા પણ “ત્રીજા સ્વર્ગ” શબ્દનો ઉપયોગ કરીને પાઊલ એવી સત્તા વિશે જણાવવા માંગતા હતા જે સૌથી સારી છે. એ સત્તા કદાચ મસીહના રાજને દર્શાવે છે, જેમાં ઈસુ અને ૧,૪૪,૦૦૦ અભિષિક્તો રાજ કરશે. (ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ ગ્રંથ ૧, પાન ૧૦૫૯, ૧૦૬૨ જુઓ.) આપણે ઈશ્વરના વચન પ્રમાણે ‘નવા આકાશની’ રાહ જોઈ રહ્યા છીએ, જે વિશે પાઊલે લખ્યું હતું.—૨ પીત. ૩:૧૩.
-
-
વાચકો તરફથી પ્રશ્નોચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
-
-
બીજો કોરીંથીઓ ૧૨:૨માં ‘ત્રીજું સ્વર્ગ’ શબ્દો કદાચ મસીહના રાજને રજૂ કરે છે, જેને ‘નવું આકાશ’ પણ કહેવામાં આવે છે. એ રાજ ઈસુ ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ અભિષિક્ત રાજાઓનું બનેલું છે.—૨ પીત. ૩:૧૩.
એને ‘ત્રીજું સ્વર્ગ’ એટલા માટે કહ્યું છે, કેમ કે એ સૌથી સારું રાજ છે અને એનાથી ઉચ્ચ સત્તા બીજી કોઈ નથી.
-