-
યહોવાહે ‘આપણા માથાના બધા વાળ ગણેલા છે’ચોકીબુરજ—૨૦૦૫ | ઑગસ્ટ ૧
-
-
૪. પાઊલે દિવસ-રાત શું સહન કરવાનું હતું? આપણી જો એવી હાલત હોય તો આપણને કેવું લાગી શકે?
૪ ઈશ્વરભક્ત પાઊલનો દાખલો લો. તેમણે લખ્યું કે, ‘મને શિક્ષા આપવા સારૂ શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો. તે મારી પાસેથી દૂર જાય એ વિષે મેં ત્રણવાર પ્રભુની પ્રાર્થના કરી.’ યહોવાહે પાઊલની વિનંતી સાંભળી તો ખરી. પણ યહોવાહે પાઊલને જણાવ્યું કે પોતે કોઈ ચમત્કાર કરીને તેનું દુઃખ લઈ લેશે નહિ. પાઊલે એ ‘દેહમાંના કાંટાનું’ દુઃખ સહન કરવા, ઈશ્વર પર પૂરી શ્રદ્ધા રાખવી પડશે.b (૨ કોરીંથી ૧૨:૭-૯) પાઊલની જેમ, તમે પણ કોઈ દુઃખ સહન કરતા હશો. તમને થતું હશે, ‘શું યહોવાહ જાણતા નહિ હોય કે મારા પર શું વીતે છે? મારા પર તેમનો પ્રેમ ઓછો થઈ ગયો છે?’ ના, જરાય નહિ! યહોવાહ તો તેમના દરેક વફાદાર સેવકની ખૂબ ચિંતા કરે છે! આ વાત ઈસુએ તેમના પ્રેરિતોને પસંદ કર્યા પછી ભારપૂર્વક જણાવી હતી. ચાલો જોઈએ કે તેમના એ શબ્દોથી આજે આપણને કેવું ઉત્તેજન મળે છે.
-
-
યહોવાહે ‘આપણા માથાના બધા વાળ ગણેલા છે’ચોકીબુરજ—૨૦૦૫ | ઑગસ્ટ ૧
-
-
b પાઊલનો ‘દેહમાંનો કાંટો’ શું હતો, એ બાઇબલ જણાવતું નથી. કદાચ આંખે ઓછું દેખાતું હોય એવી બીમારી હતી. અથવા તો એ પાઊલની સેવાનો વાંક કાઢ્યા કરતા, ‘પ્રેરિતોનો વેશ’ લેનારા ભાઈઓ હોય શકે.—૨ કોરીંથી ૧૧:૬, ૧૩-૧૫; ગલાતી ૪:૧૫; ૬:૧૧.
-