-
પ્રથમ સદીના યહુદીઓમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવોચોકીબુરજ—૨૦૦૫ | ઑક્ટોબર ૧૫
-
-
પ્રથમ સદીના યહુદીઓમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો
લગભગ ૪૯ની સાલમાં યરૂશાલેમમાં એક મહત્ત્વની સભા ભરવામાં આવી. એ સભામાં પ્રથમ સદીના ખ્રિસ્તી મંડળોમાં વિશ્વાસમાં દૃઢ, “થંભ જેવા ગણાતા” ભાઈઓ હાજર હતા. જેમ કે પીતર અને ઈસુના સાવકા ભાઈ યાકૂબ. પ્રેષિત પાઊલ અને તેમના સંગાથી બાર્નાબાસ પણ હતા. તેઓ કેમ ભેગા મળ્યા હતા? મોટા પ્રચાર વિસ્તારની વહેંચણી કેવી રીતે કરવી એની ચર્ચા કરવા. પાઊલે સમજાવ્યું, “તે દરેકે મારો તથા બાર્નાબાસનો પ્રેરિત તરીકે સત્કાર કર્યો, જેથી અમે વિદેશીઓની પાસે જઈએ, અને તેઓ સુનતીઓની પાસે જાય.”—ગલાતી ૨:૧, ૯.a
એ સભામાં જે નિર્ણય લેવામાં આવ્યો એના પરથી આપણે શું સમજી શકે? જે વિસ્તારમાં સુસમાચારનો પ્રચાર કરવાનો હતો, એને શું બે ભાગમાં વહેંચવામાં આવ્યો હતો? જેમ કે, એક બાજુ યહુદીઓ અને યહુદી ધર્મ અપનાવનારાનો વિસ્તાર અને બીજી બાજુ અન્ય જાતિઓનો વિસ્તાર. કે પછી, એ વિસ્તારનું ભૌગોલિક રીતે વહેંચણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું? યોગ્ય જવાબ મેળવવા માટે, ચાલો આપણે યરૂશાલેમની બહાર રહેતા યહુદીઓ વિષે માહિતી મેળવીએ.
પ્રથમ સદીનું યહુદી જગત
પ્રથમ સદીમાં કેટલા યહુદીઓ યરૂશાલેમની બહાર રહેતા હતા? ઘણા વિદ્વાનો એટલાસ ઑફ ધ જ્યુસ વર્લ્ડ પુસ્તિકા સાથે સહમત થતા હોય એમ લાગે છે. આ પ્રકાશન બતાવે છે: ‘યહુદીઓની ચોક્કસ ગણતરી બતાવવી મુશ્કેલ છે. પરંતુ, અંદાજે ૭૦ની સાલમાં થોડા જ સમય પહેલાં આખા યહુદાહમાં પચ્ચીસ લાખ અને રોમન સામ્રાજ્યના બાકીના વિસ્તારોમાં ૪૦ લાખથી વધારે યહુદીઓ હતા. શક્ય છે કે રોમન સામ્રાજ્યની દસ ટકા વસ્તી યહુદીઓની હતી અને પૂર્વ વિસ્તારોના શહેરોમાં જ્યાં વધારે યહુદીઓ રહેતા હતા, ત્યાં તેઓની ગણતરી કુલ વસ્તીના ૨૫ ટકા અથવા એનાથી વધારે હતી.’
યહુદીઓ મોટે ભાગે સીરિયા, એશિયા માઈનોર, બાબેલોન અને ઇજિપ્તના પૂર્વ ભાગો તેમ જ યુરોપના અમુક ભાગોમાં રહેતા હતા. કેટલાક પ્રખ્યાત યહુદી ખ્રિસ્તીઓ યરૂશાલેમની બહાર રહેતા હતા. જેમ કે, બાર્નાબાસ સૈપ્રસના હતા. પ્રિસ્કીલા અને આકુલા પંતસના વતની હતા. પછી તેઓ રોમ ગયા. આપોલસ આલેકસાંદ્રિયાના અને પાઊલ તાર્સસના હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૬; ૧૮:૨, ૨૪; ૨૨:૩.
યહુદાહથી બહાર રહેતા યહુદીઓ યરૂશાલેમના લોકો સાથે વ્યવહાર રાખતા. કઈ રીતે? એક તો તેઓ દર વર્ષે યરૂશાલેમના મંદિર માટેનો કર મોકલતા હતા. આમ તેઓ મંદિરની ભક્તિમાં ભાગ લેતા હતા. આ વિષે જોન બાર્કલે નામના વિદ્વાન કહે છે: “પૂરતા પુરાવા છે કે બહાર રહેતા ધનવાન યહુદીઓ આ ભંડોળમાં કરના પૈસાથી પણ વધારે પ્રદાન આપતા હતા.”
બીજી રીત જોઈએ તો, હજારો શ્રદ્ધાળુઓ દર વર્ષે યરૂશાલેમમાં તહેવાર ઊજવવા આવતા હતા. પ્રેરિતોનાં કૃત્યો ૨:૯-૧૧નો અહેવાલ ૩૩ની સાલના પેન્તેકોસ્ત વિષે બતાવે છે. આ વાર્ષિક તહેવારની ઉજવણીમાં શ્રદ્ધાળુઓ દૂર દૂર માદી, એલામ, મેસોપોટામ્યા, કાપાદોકિયા, પંતસ, એશિયા, ફુગિયા, પાંફુલ્યા, ઇજિપ્ત, લિબીયા, રૂમી, ક્રેત અને અરબસ્તાનમાંથી આવ્યા હતા.
યરૂશાલેમના મંદિરની સંભાળ રાખનારા પત્રથી બહારના યહુદીઓ સાથે વ્યવહાર રાખતા હતા. પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૪ પ્રમાણે ન્યાયશાસ્ત્રી ગમાલીએલે બાબેલોન અને દુનિયાના બીજા ભાગોમાં પત્રો લખ્યા હોય એ જાણીતું છે. પ્રેષિત પાઊલ ૫૯ની સાલમાં કેદી તરીકે આવ્યા ત્યારે, ‘યહુદીઓના મુખ્ય માણસોએ’ તેમને કહ્યું કે “તારા વિષે યહુદાહમાંથી અમને કંઈ પત્રો મળ્યા નથી, તેમ જ અમારા ભાઈઓમાંથી પણ કોઈએ અહીં આવીને તારે વિષે કંઈ ભૂંડું જાહેર કર્યું અથવા કહ્યું નથી.” આ બતાવે છે કે અવારનવાર વતનમાંથી રોમમાં પત્રો અને અહેવાલ મોકલવામાં આવતા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૭, ૨૧.
યહુદાહની બહાર રહેતા યહુદીઓ પાસે હેબ્રી શાસ્ત્રવચનોનું ગ્રીકમાં ભાષાંતર થયેલું બાઇબલ હતું. એ સેપ્ટ્યુઆજીંટ તરીકે જાણીતું હતું. એક પુસ્તક બતાવે છે: “એવું લાગે છે કે યહુદાહમાંથી બહાર રહેતા બધા જ યહુદીઓ LXX [સેપ્ટ્યુઆજીંટ] વાંચતા હતા અને એને યહુદી બાઇબલ કે ‘પવિત્ર લખાણ’ ગણતા હતા.” શરૂઆતના ખ્રિસ્તીઓ એ જ ભાષાંતરનો પોતાના શિક્ષણમાં ભરપૂર ઉપયોગ કરતા હતા.
યરૂશાલેમના ગવર્નિંગ બોડીના સભ્યો આ પરિસ્થિતિ સારી રીતે જાણતા હતા. શુભસંદેશો સીરિયા, દમસ્કસ અને અંત્યોખમાં રહેતા યહુદીઓ સુધી પહોંચી ગયો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૯, ૨૦; ૧૧:૧૯; ૧૫:૨૩, ૪૧; ગલાતી ૧:૨૧) આથી એ દેખીતું છે કે ૪૯ના વર્ષમાં થયેલી સભામાં હાજર લોકો પ્રચાર કામને હજુ વધારવાની યોજના કરતા હતા. યહુદીઓ અને બીજા ધર્મમાંથી યહુદી બનેલાઓ ખ્રિસ્તને સ્વીકારે છે એના વિષે બાઇબલ શું કહે છે એ વિષે ચાલો આપણે જોઈએ.
પાઊલ બહાર રહેતા યહુદીઓને મળવા જાય છે
‘વિદેશીઓ, રાજાઓ તથા ઈસ્રાએલપુત્રોની આગળ [ઈસુ ખ્રિસ્તનું] નામ પ્રગટ કરવું’ એ પ્રેષિત પાઊલનું મુખ્ય કાર્ય હતું.b (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧૫) યરૂશાલેમની સભા પછી, પાઊલે અનેક જગ્યાઓએ મુસાફરી કરીને યહુદીઓને પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું. (પાન ૧૪ પરનું બૉક્સ જુઓ.) આ બતાવે છે કે વિસ્તાર નક્કી કરવાનું મુખ્ય કારણ યહુદીઓ કે બિનયહુદીઓ નહિ, પણ ભૌગોલિક હતું. પાઊલ અને બાર્નાબાસે રોમન સામ્રાજ્યના પશ્ચિમમાં પોતાનું મિશનરી કાર્ય ચાલુ રાખ્યું. જ્યારે કે બીજાઓએ યરૂશાલેમમાં તેમ જ પશ્ચિમમાં મોટા પ્રમાણમાં વસેલા યહુદીઓને પ્રચાર કર્યો.
-
-
પ્રથમ સદીના યહુદીઓમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવોચોકીબુરજ—૨૦૦૫ | ઑક્ટોબર ૧૫
-
-
બાબેલોનના પારથીયા, માદાય અને ઈલામમાં પણ વધારે પ્રમાણમાં યહુદીઓ હતા. એક ઇતિહાસકાર કહે છે, “તાઈગ્રિસ અને યુફ્રેટિસમાં, આર્મેનિયાથી ઈરાની અખાત સુધી તેમ જ ઉત્તર-પૂર્વ તરફ કાસ્પિયન સમુદ્ર અને પૂર્વમાં માદાય સુધી, એમ દરેક વિસ્તારમાં યહુદીઓની વસ્તી હતી.” એન્સાયક્લોપેડિયા જુડાઈકા બતાવે છે કે, ૮,૦૦,૦૦૦ કરતાં વધારે યહુદીઓની વસ્તી હતી. પ્રથમ સદીના યહુદી ઇતિહાસકાર જોસેફસ કહે છે કે બાબેલોનમાં રહેતા હજારો યહુદીઓ વાર્ષિક પર્વ માટે યરૂશાલેમમાં મુસાફરી કરતા હતા.
બાબેલોનમાંથી યરૂશાલેમમાં ગયેલા શ્રદ્ધાળુઓએ શું ૩૩ની સાલના પેન્તેકોસ્તના દિવસે બાપ્તિસ્મા લીધું હતું? આપણે એના વિષે કંઈ જાણતા નથી. પરંતુ એ દિવસે પ્રેષિત પીતરનો સંદેશો સાંભળ્યો હતો તેઓ મેસોપોટામ્યાના લોકો હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૯) આપણે એ જરૂર જાણીએ છીએ કે પ્રેષિત પીતર લગભગ ૬૨થી ૬૪ની સાલમાં બાબેલોનમાં હતા. તેમણે ત્યાંથી પોતાનો પહેલો અને બીજો પત્ર લખ્યો હશે. (૧ પીતર ૫:૧૩) બાબેલોનમાં ઘણા યહુદીઓ રહેતા હતા. તેથી ગલાતીના પત્રમાં જે સભાનો ઉલ્લેખ થયો છે એમાં પીતર, યોહાન અને યાકૂબને એ વિસ્તારમાં પ્રચાર કરવાનું કહેવામાં આવ્યું હતું.
-
-
પ્રથમ સદીના યહુદીઓમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવોચોકીબુરજ—૨૦૦૫ | ઑક્ટોબર ૧૫
-
-
a આ સભા પ્રથમ સદીમાં એ સમયે થઈ હશે જ્યારે ગવર્નિંગ બોડીના ભાઈઓ સુન્નતના વિષયની ચર્ચા કરવા ભેગા મળ્યા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૬-૨૯.
-