-
શું ઈશ્વરને બધાં જ તહેવારો અને ઉજવણીઓ પસંદ છે?દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
એફેસીઓ ૫:૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
કોઈ પણ તહેવાર ઊજવવો કે નહિ એનો નિર્ણય લેતા પહેલાં શું પારખવું જોઈએ?
તમારા વિસ્તારમાં લોકો કયા તહેવારો ઊજવે છે?
શું તમને લાગે છે કે યહોવા એવા તહેવારોથી ખુશ થાય છે?
દાખલા તરીકે, શું તમે કદી વિચાર્યું છે કે જન્મદિવસ ઊજવવા વિશે યહોવાને કેવું લાગે છે? બાઇબલમાં ક્યાંય એવું નથી લખ્યું કે યહોવાના કોઈ ભક્તે જન્મદિવસ ઊજવ્યો હોય. પણ બાઇબલમાં બે લોકોના જન્મદિવસ વિશે જણાવ્યું છે, જેઓ યહોવાના ભક્ત ન હતા. ઉત્પત્તિ ૪૦:૨૦-૨૨ અને માથ્થી ૧૪:૬-૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
આ બંને જન્મદિવસના અહેવાલમાં કઈ વાતો એકસરખી છે?
આ બંને અહેવાલો પ્રમાણે જન્મદિવસ ઊજવવા વિશે યહોવાને કેવું લાગે છે?
તોપણ તમને થાય, ‘હું જન્મદિવસ કે બીજો કોઈ તહેવાર ઊજવું કે ના ઊજવું, શું એનાથી યહોવાને સાચે જ કોઈ ફરક પડે છે?’ નિર્ગમન ૩૨:૧-૮ વાંચો. પછી વીડિયો જુઓ અને નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
યહોવાને શું પસંદ છે એ પારખતા રહેવું કેમ જરૂરી છે?
આપણે એ કઈ રીતે કરી શકીએ?
કઈ રીતે જાણી શકીએ કે યહોવાને કોઈ તહેવાર પસંદ છે કે નહિ?
શું એ તહેવાર બાઇબલ આધારિત છે? એ જાણવા જુઓ કે એ તહેવારની શરૂઆત કઈ રીતે થઈ હતી.
એ દિવસે શું કોઈ વ્યક્તિ, સંગઠન કે રાષ્ટ્રીય પ્રતીકોને વધુ પડતું માન આપવામાં આવે છે? આપણે સૌથી વધારે માન-સન્માન યહોવાને આપીએ છીએ અને આપણને પૂરો ભરોસો છે કે તે જ આપણી બધી મુશ્કેલીઓનો અંત લાવશે.
એ તહેવારમાં લોકો જે રીતરિવાજ પાળે છે અને જે રીતે વર્તે છે, શું એ બાઇબલ ધોરણો પ્રમાણે છે? આપણે પોતાનું ચારિત્ર શુદ્ધ રાખવું જોઈએ.
-
-
યહોવાને પસંદ પડે એવું મનોરંજન માણોદુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
પાઠ ૫૩
યહોવાને પસંદ પડે એવું મનોરંજન માણો
યહોવા ‘આનંદી ઈશ્વર છે.’ (૧ તિમોથી ૧:૧૧) તે આપણને પણ ખુશ જોવા માંગે છે. તે નથી ચાહતા કે આપણે ચોવીસ કલાક બસ કામમાં ડૂબેલા રહીએ. તે ચાહે છે કે આપણે પોતાના માટે થોડો સમય કાઢીએ, આરામ કરીએ, મોજમજા કરીએ અને જીવનનો આનંદ માણીએ. પણ એ નવરાશની પળોમાં એવું શું કરી શકીએ, જેથી આપણને મજા આવે અને યહોવા પણ ખુશ થાય? ચાલો જોઈએ.
૧. મનોરંજનની પસંદગી કરતી વખતે શાનું ધ્યાન રાખવું જોઈએ?
અમુક લોકોને ઘરમાં રહીને વાંચવાનું, ઇન્ટરનેટ પર કંઈક જોવાનું, ગીતો સાંભળવાનું કે ફિલ્મો જોવાનું ગમે છે. તો બીજાઓને દોસ્તો સાથે જમવાનું બનાવવાનું, બહાર જમવા જવાનું, હરવા-ફરવાનું કે રમતો રમવાનું ગમે છે. નવરાશની પળોમાં તમને શું કરવું ગમે છે? ભલે ગમે એ પસંદ કરીએ, પણ આપણે ખાતરી કરવી જોઈએ કે એ ‘ઈશ્વરને પણ પસંદ’ હોય. (એફેસીઓ ૫:૧૦) શા માટે? કેમ કે આજે મનોરંજનના નામે જે પીરસવામાં આવે છે, એમાં મોટા ભાગે યહોવાને ન ગમે એવી વાતો હોય છે. જેમ કે, મારામારી, વ્યભિચાર, જાદુ-ટોણાં અને ભૂત-પ્રેત જેવી વાતો. (ગીતશાસ્ત્ર ૧૧:૫ વાંચો.) મનોરંજન વિશે સમજી-વિચારીને નિર્ણય લેવા શાનાથી મદદ મળશે?
મનોરંજન વિશે યોગ્ય નિર્ણય લેવા સારા દોસ્તો મદદ કરી શકે. કઈ રીતે? જો આપણા દોસ્તો યહોવાને પ્રેમ કરતા હશે, તો તેઓના વિચારોની આપણા પર સારી અસર પડશે અને આપણે યોગ્ય નિર્ણય લઈ શકીશું. પાઠ ૪૮માં શીખ્યા હતા તેમ, “બુદ્ધિમાન સાથે ચાલનાર બુદ્ધિમાન થશે.” પણ જો આપણે મોટા ભાગનો સમય એવા લોકો સાથે વિતાવીશું, જેઓ ઈશ્વરના નિયમો પ્રમાણે ચાલતા નથી, તો આપણે ‘બરબાદ થઈ જઈશું.’—નીતિવચનો ૧૩:૨૦.
૨. મનોરંજન માટે કેટલો સમય વિતાવીએ છીએ, એનું ધ્યાન કેમ રાખવું જોઈએ?
કોઈ મનોરંજન ભલે ખોટું ન હોય, પણ મોટા ભાગનો સમય એમાં જતો ન રહે, એનું ધ્યાન રાખવું જોઈએ. નહિતર મહત્ત્વનાં કામ માટે આપણી પાસે સમય જ નહિ બચે. બાઇબલ સલાહ આપે છે, “તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો.”—એફેસીઓ ૫:૧૫, ૧૬ વાંચો.
વધારે જાણો
ચાલો જોઈએ કે આપણે કઈ રીતે મનોરંજન વિશે સારો નિર્ણય લઈ શકીએ.
૩. ખરાબ મનોરંજનથી દૂર રહો
કેમ સમજી-વિચારીને મનોરંજન પસંદ કરવું જોઈએ? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
પ્રાચીન રોમ શહેરની રમતોમાં અને આજના અમુક મનોરંજનમાં શું સરખું છે?
ડેનીને મનોરંજન વિશે શું શીખવા મળ્યું?
રોમનો ૧૨:૯ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
આ કલમની મદદથી કઈ રીતે સમજી-વિચારીને મનોરંજન પસંદ કરી શકીશું?
યહોવા કઈ બાબતોને નફરત કરે છે? એ જાણવા નીતિવચનો ૬:૧૬, ૧૭ અને ગલાતીઓ ૫:૧૯-૨૧ વાંચો. દરેક કલમ વાંચ્યા પછી આ સવાલની ચર્ચા કરો:
આ કલમમાં જણાવેલી કઈ બાબતો આજના મનોરંજનમાં જોવા મળે છે?
મનોરંજન વિશે સારો નિર્ણય લેવા શું કરી શકીએ?
પોતાને પૂછો:
કેવું મનોરંજન છે? શું એમાં એવું કંઈક છે, જેને યહોવા નફરત કરે છે?
કેટલો સમય જાય છે? શું મારી પાસે મહત્ત્વનાં કામો માટે સમય બચે છે?
કોની સાથે માણું છું? શું હું વારંવાર એવા લોકો સાથે હોઉં છું, જેઓ યહોવાને ભજતા નથી?
જેટલું બને એટલું જોખમથી દૂર રહેવું સારું છે. એટલે જો જરાક પણ શંકા હોય કે કોઈ મનોરંજન આપણા માટે સારું નથી, તો એનાથી દૂર રહેવું જોઈએ
૪. સમયનો સારો ઉપયોગ કરો
વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
નવરાશના સમયે ભાઈ કંઈ ખોટું જોતા ન હતા, તોપણ એની તેમના પર કેવી અસર થઈ રહી હતી?
ફિલિપીઓ ૧:૧૦ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
મનોરંજન પાછળ કેટલો સમય કાઢવો જોઈએ, એ નક્કી કરવા આ કલમ કઈ રીતે મદદ કરી શકે?
૫. સારું મનોરંજન માણો
અમુક મનોરંજનથી યહોવાને દુઃખ પહોંચે છે. પણ બીજું એવું ઘણું છે, જે યહોવાની નજરે ખોટું નથી અને તમે એની મજા માણી શકો છો. સભાશિક્ષક ૮:૧૫ અને ફિલિપીઓ ૪:૮ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
એવું ઘણું મનોરંજન છે જે સારું છે. તમને એમાંથી કયું ગમે છે?
અમુક લોકો કહે છે: “આજકાલનું મનોરંજન મારામારી, વ્યભિચાર, જાદુ-ટોણાં અને ભૂત-પ્રેતવાળું જ હોય છે. હું તો ખાલી જોઉં છું, એવું કરતો તો નથી ને!”
તમે શું કહેશો?
આપણે શીખી ગયા
યહોવા ચાહે છે કે આપણે સારા મનોરંજનની મજા માણીએ.
તમે શું કહેશો?
યહોવાના ભક્તોએ કેવા પ્રકારના મનોરંજનથી દૂર રહેવું જોઈએ?
મનોરંજન માટે આપણે કેટલો સમય વિતાવીએ છીએ, એનું ધ્યાન કેમ રાખવું જોઈએ?
શું તમે એવું મનોરંજન પસંદ કરવા ચાહો છો, જેનાથી યહોવા ખુશ થાય? શા માટે?
વધારે માહિતી
તમે કેવું મનોરંજન માણશો, એ કોણે નક્કી કરવું જોઈએ?
“શું યહોવાના સાક્ષીઓએ અમુક ફિલ્મ, પુસ્તક કે ગીત પર પ્રતિબંધ મૂક્યો છે?” (jw.org/gu પર આપેલો લેખ)
મનોરંજન વિશે સમજી-વિચારીને નિર્ણય લેવા શાનાથી મદદ મળશે? આ લેખમાં વાંચો.
“મેં મારા દિલમાંથી નફરતની વાડ તોડી નાખી” લેખ વાંચો અને જાણો કે એક માણસે કેમ અયોગ્ય મનોરંજનથી મોં ફેરવી લીધું.
ભૂત-પ્રેતવાળું મનોરંજન જોવા વિશે એક માએ કઈ રીતે સારો નિર્ણય લીધો? આ વીડિયો જુઓ.
-