-
બાળકોને શું જોઈએ છે?સજાગ બનો!—૨૦૦૫ | એપ્રિલ
-
-
ચીડવ્યા વગર શીખવો
જાણીતા ટીચર અને સંશોધક ડૉક્ટર રોબર્ટ કૉલ્શે એક વાર કહ્યું હતું: “દરેક બાળકમાં ખરું-ખોટું પારખવાની ખૂબ જ ભૂખ હોય છે. મને લાગે છે કે એ ઈશ્વર તરફથી છે.” તેથી સવાલ થાય છે કે “તેઓની આ ભૂખ કોણ મટાડી શકે?”
એફેસી ૬:૪ કહે છે: “પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.” આ કલમ પ્રમાણે બાળકોના દિલમાં ઈશ્વરનું સત્ય ઉતારવાની પિતાની જવાબદારી છે. જોકે એ જવાબદારી માતાની પણ છે. એફેસી ૬:૧માં પાઊલે બાળકોને લખ્યું: ‘તમારાં માબાપની આજ્ઞાઓ
જો કોઈક કારણસર પિતા કુટુંબ સાથે રહેતા ન હોય તો માતાએ પિતાની જવાબદારી ઉપાડવી જોઈએ. ઘણી માતાએ એકલે હાથે બાળકોને યહોવાહના માર્ગમાં ઉછેર્યા છે. પરંતુ સવાલ થાય છે: ‘જો એકલે હાથે બાળકો ઉછેરતી માતા યહોવાહના સેવક સાથે લગ્ન કરે તો, બાળકોને યહોવાહનું સત્ય શીખવવાની કોની જવાબદારી રહેશે?’ પિતાની. પછી માતાએ પોતાના પતિના માર્ગદર્શન પ્રમાણે બાળકના દિલમાં યહોવાહનું સત્ય ઉતારવા તેમને સાથ આપવો જોઈએ.
બાળકને ચિડાવ્યા વગર તમે કઈ રીતે ઠપકો, શિસ્ત કે શિખામણ આપી શકો? દરેક બાળકનો સ્વભાવ અલગ હોય છે. પાંચે આંગળીઓ સરખી હોતી નથી. તેથી માબાપે સાથે સમજી વિચારીને નક્કી કરવું જોઈએ કે, કયાં બાળકને કઈ રીતે ઠપકો, શિસ્ત અને શિખામણ આપવા. બાઇબલ ઘણી વાર કહે છે કે બાળકોને ચીડવવા ન જોઈએ. પિતાઓને ચેતવણી આપતા કોલોસી ૩:૨૧ કહે છે: “તમે તમારાં છોકરાંને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.” દરેક બાળકને માન અને પ્રેમથી શિખામણ આપવી જોઈએ.
અમુક મા-બાપ બાળકો સામે બૂમાબૂમ અને ચીસાચીસ કરતા હોય છે. એમ કરશો તો તેઓ ત્રાસી જશે. બાઇબલ કહે છે: “સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો.” (એફેસી ૪:૩૧) બાઇબલ કહે છે કે ‘ઈશ્વરનો સેવક ઝઘડાખોર હોવો ન જોઈએ પણ તેણે નમ્ર બનવું જોઈએ.’—૨ તિમોથી ૨:૨૪, IBSI.
-
-
બાળકોને શું જોઈએ છે?સજાગ બનો!—૨૦૦૫ | એપ્રિલ
-
-
બૂમાબૂમ કે ચીસાચીસ કરવાથી બાળક ત્રાસી જશે
-