વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોવા પોતાના કુટુંબને એકતામાં લાવે છે
    ચોકીબુરજ—૨૦૧૨ | જુલાઈ ૧
    • ૭. ‘પવિત્ર શક્તિનું ઐક્ય રાખવાનો’ શું મતલબ થાય?

      ૭ યહોવાએ અભિષિક્તોને ખ્રિસ્તના બલિદાનથી ન્યાયી ઠરાવીને તેમના છોકરાં તરીકે સ્વીકાર્યાં અને બીજાં ઘેટાંને ન્યાયી ઠરાવીને પોતાના મિત્ર ગણ્યા. પણ જ્યાં સુધી આપણે આ દુનિયામાં જીવીશું, ત્યાં સુધી એકબીજા વચ્ચે મતભેદો તો થવાના જ. (રોમ. ૫:૯; યાકૂ. ૨:૨૩) જો આમ ન હોત તો બાઇબલની આ સલાહની જરૂર ન હોત: “એકબીજાનું સહન કરો.” મંડળના ભાઈ-બહેનો સાથે એકતા કેવી રીતે કેળવી શકાય? આપણે ‘સંપૂર્ણ દીનતા અને નમ્રતા’ કેળવવાની જરૂર છે. વધુમાં, પાઊલ અરજ કરે છે કે આપણે ‘શાંતિના બંધનમાં પવિત્ર શક્તિનું ઐક્ય રાખવાને’ ખંતથી પ્રયત્ન કરીએ. (એફેસી ૪:૧-૩ વાંચો.) આ સલાહને પાળવાનો અર્થ થાય કે આપણે ઈશ્વરની શક્તિના માર્ગદર્શનથી દોરાઈએ. તેમ જ, એ શક્તિને આપણામાં એના ગુણો કેળવવા દઈએ. આ ગુણો સંબંધોમાં પડેલી તીરાડો પૂરે છે, જ્યારે કે દેહનાં કામ એના કરતાં વિરુદ્ધ છે, જે હંમેશાં સંબંધોમાં તીરાડો પાડે છે.

  • યહોવા પોતાના કુટુંબને એકતામાં લાવે છે
    ચોકીબુરજ—૨૦૧૨ | જુલાઈ ૧
    • ૯. આપણે ‘પવિત્ર શક્તિનું ઐક્ય રાખવાને યત્ન કરીએ’ છીએ કે નહિ, એની તપાસ કેવી રીતે કરી શકીએ?

      ૯ એટલા માટે આપણે દરેકે પોતાને આ સવાલો પૂછવાની જરૂર છે: ‘શાંતિના બંધનમાં પવિત્ર શક્તિનું ઐક્ય રાખવા’ હું કેટલા પ્રયત્નો કરું છું? જ્યારે કોઈની સાથે મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે હું કેવી રીતે વર્તું છું? શું એ વિષે હું બધાને જણાવું છું, જેથી મિત્રો મારો પક્ષ લે? શું હું એવી આશા રાખું છું કે વડીલો મારા વતી જઈને તકરાર થાળે પાડે, જેથી મારે એ વ્યક્તિ સાથે સારો સંબંધ બાંધવા પ્રયત્ન કરવો ન પડે? જો મને ખબર પડે કે બીજી વ્યક્તિને મારાથી કંઈ તકલીફ છે, તો શું હું એને મળવાનું ટાળું છું, જેથી અમારે એ સમસ્યા પર વાત કરવી ન પડે?’ ઈશ્વરનો હેતુ બધાને ખ્રિસ્તમાં એકત્ર કરવાનો છે. તો પછી, શું આપણું વર્તન બતાવે છે કે આપણે એ હેતુ પ્રમાણે વર્તીએ છીએ?

      ૧૦, ૧૧. (ક) ભાઈ-બહેનો સાથે સારો સંબંધ રાખવો કેમ જરૂરી છે? (ખ) હળીમળીને રહેવા અને યહોવાના આશીર્વાદ મેળવવા આપણે શું કરીશું?

      ૧૦ ઈસુએ કહ્યું: ‘ઈશ્વરની સમક્ષ અર્પણ લાવવા માટે જો તમે મંદિરમાં વેદી આગળ ઊભા હો અને એકાએક તમને યાદ આવે કે તમારા ભાઈને તમારી વિરુદ્ધ કાંઈ છે, તો તમારું અર્પણ ત્યાં જ વેદી પાસે રહેવા દો અને જઈને માફી માગીને તેની સાથે સમાધાન કરો, પછી આવીને તમારું અર્પણ ઈશ્વર સમક્ષ લાવો. જલદી સમાધાન કરી લો.’ (માથ. ૫:૨૩-૨૫, IBSI) યાકૂબે લખ્યું: “જે સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.” (યાકૂ. ૩:૧૭, ૧૮) જો બીજાઓ સાથે આપણા સારા સંબંધો નહિ હોય, તો જે ખરું છે, એ નહિ કરી શકીએ.

      ૧૧ દાખલા તરીકે, અમુક દેશોમાં યુદ્ધો થતાં રહે છે. એવા દેશોમાં ખેડૂતોને જમીનમાં દાટેલા બૉમ્બનો ડર રાખવો પડતો ન હોય, તો ત્યાં હજી ૩૫ ટકા વધારે જમીન ખેડવામાં આવી શકે. જ્યારે એ બૉમ્બ ફૂટે છે, ત્યારે ખેડૂતો પોતાની જમીનો છોડી જાય છે. લોકોને ગામડામાં કામ નથી મળતું અને શહેરોમાં ખોરાક મેળવવું અઘરું બને છે. એવી જ રીતે, આપણો સ્વભાવ કજિયાખોર હોય, તો ખ્રિસ્તી ગુણો કેળવવા મુશ્કેલ બનશે. એને બદલે, તરત જ માફ કરીએ અને બીજાઓનું ભલું થાય એવા પ્રયત્નો કરીએ. આમ કરીને, આપણે બીજાઓ સાથે હળીમળીને રહીશું અને યહોવાના આશીર્વાદ મેળવીશું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો