વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૧૦/૮ પાન ૯-૧૧
  • પ્રેમ કરવાનું શીખવવામાં આવેલા લોકો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રેમ કરવાનું શીખવવામાં આવેલા લોકો
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • “પ્રીતિ . . . પહેરી લો”
  • ધિક્કારને બદલે પ્રેમ
  • ધિક્કાર જ જલદી હંમેશને માટે જતો રહેશે
  • ધિક્કારને દૂર કરતો એક માત્ર ઉપાય
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • પ્રેમમાં વધતા જાઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ઈશ્વર તમને ચાહે છે, તમે પણ તેમને ચાહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • પ્રેમ—એક અનમોલ ગુણ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૧૦/૮ પાન ૯-૧૧

પ્રેમ કરવાનું શીખવવામાં આવેલા લોકો

પ્રેમ માનની લાગણી, ભલમનસાઈ કે સહિયારા રસ પર આધારિત હેત છે. પ્રેમ ઉષ્માભરી લાગણી છે. એ બિનસ્વાર્થી છે, વફાદાર છે અને બીજાની ભલાઈ વિષે ચિંતા બતાવે છે. પ્રેમ ધિક્કારની બિલકુલ વિરુદ્ધ છે. ધિક્કારથી પ્રેરિત વ્યક્તિ પોતાનામાં જ વ્યસ્ત હોય છે; પ્રેમથી પ્રેરિત વ્યક્તિ બીજાઓનો પણ વિચાર કરે છે.

પ્રેમ કે ધિક્કાર​—⁠તમારા જીવનમાં શું પ્રભુત્વ ધરાવે છે? આ કંઈ અવ્યવહારુ પ્રશ્ન નથી કારણ કે એના જવાબ પર તમારું હંમેશ માટેનું ભાવિ આધારિત છે. ધિક્કાર શીખવવામાં આવે છે એવા જગતમાં રહેવા છતાં, લાખો લોકો પ્રેમ કરવાનું શીખે છે. આ તેઓ નવું વ્યક્તિત્વ પહેરીને કરે છે. તેઓ ફક્ત પ્રેમ વિષેની વાતો કરતા નથી; તેઓ એને આચરવા સખત મહેનત કરે છે.

તમે કદી પણ યહોવાહના સાક્ષીઓની સભામાં હાજરી આપી હોય તો, તમે જોયેલી બાબતોથી પ્રભાવિત થયા હોય શકો. રાષ્ટ્રીયતા ગમે તે હોય છતાં, યહોવાહના સાક્ષીઓ ઉપાસનામાં એકતામાં છે. તેઓમાં ખરેખર આંતરરાષ્ટ્રીય ભાતૃપ્રેમ છે. આ તેઓના સ્થાનિક રાજ્ય ગૃહો અને તેઓના સંમેલનોમાં જોઈ શકાય પરંતુ તેઓ બેથેલ કુટુંબો કહે છે ત્યાં કદાચ સૌથી વધારે સારી રીતે જોઈ શકાય. આ સ્વયંસેવકનું વૃંદ છે જેઓ એક કુટુંબ તરીકે સાથે રહે છે, બાઇબલ સાહિત્ય છાપવાનું અને વિતરણ કરવાનું કામ કરે છે. દરેક દેશોમાં, તેઓમાંના કેટલાક યહોવાહના સાક્ષીઓ દ્વારા થતા કામની દેખરેખ રાખે છે. આ કંઈ નાનું કામ નથી, કેમ કે એમાં​—⁠૧૯૯૭માં​—⁠૨૩૩ દેશોમાં ૮૨,૦૦૦થી વધારે મંડળોનો સમાવેશ થાય છે. આ જરૂરિયાતોને પૂરી કરવા માટે, જગતવ્યાપી બેથેલોમાં લગભગ ૧૬,૦૦૦ લોકો સેવા કરે છે, જેમાં જગત વડુમથક અને ૧૦૩ દેશોમાંની વિવિધ નાની શાખા સવલતોનો સમાવેશ થાય છે.

મોટા ભાગના બેથેલ કુટુંબોમાં જે તે દેશમાંની શાખા કચેરીઓમાં એ જ દેશના વધારે નાગરિકો છે. પરંતુ સંપૂર્ણ રીતે નહિ. કેટલાક બેથેલ કુટુંબોમાં વિવિધ રાષ્ટ્ર, કોમ કે જ્ઞાતિયમાંથી આવેલા સાક્ષીઓ છે અને જેમાં અગાઉ સાક્ષીઓ વિવિધ ધાર્મિક પાશ્વભૂમિકાઓ ધરાવતા હતા. દાખલા તરીકે, સેલ્ટર, જર્મનીના બેથેલમાં રહેતા લગભગ ૧,૨૦૦ લોકોમાં, કેટલાક ૩૦ રાષ્ટ્રના પ્રતિનિધિઓ છે. કઈ બાબત તેઓને શાંતિ અને એકતામાં, ધિક્કારથી મુક્ત વાતાવરણમાં એક સાથે રહેવા, કામ કરવા અને ઉપાસના કરવા શક્તિમાન કરે છે? તેઓ કોલોસી ૩:​૧૪માં જોવા મળતી બાઇબલ સલાહને અનુસરે છે, જે કહે છે:

“પ્રીતિ . . . પહેરી લો”

કોઈ પણ પૂરેપૂરાં કપડાં પહેરેલાં જન્મ પામતું નથી કે એના વિષે ફક્ત વાતો કરવાથી પણ કોઈ કપડાં પહેરી લેતું નથી. પોતે પોશાક પહેરવા માટે ચોક્કસ નિર્ણયો લેવા પડે છે અને ત્યાર પછી એને અનુસરવાનો પ્રયાસ કરવો પડે છે. એવી જ રીતે, કોઈ પણ પ્રેમ પહેરીને જન્મ પામતું નથી. ફક્ત એના વિષે વાતો કરવી પૂરતું નથી. પ્રયાસ જરૂરી છે.

કપડાં પહેરવાથી ઘણા હેતુઓ પૂરા થાય છે. એ શરીરનું રક્ષણ કરે છે, શરીરના અમુક ભાગોને કે અપૂર્ણતાઓને સંતાડે છે અને કંઈક અંશે વ્યક્તિના વ્યક્તિત્વને પ્રગટ કરે છે. પ્રેમ પણ એના જેવો જ છે. એ રક્ષણ તરીકેનું કામ કરે છે કારણ કે ન્યાયી સિદ્ધાંતો અને યોગ્ય સંગત માટેનો પ્રેમ વ્યક્તિને સંભવિત: જોખમકારક જગ્યાઓ અને સંગત નિવારવાની પ્રેરણા આપે છે. એ આપણા નજીકના વ્યક્તિગત સબંધો બચાવે છે. જે પ્રેમ કરે એને બદલામાં પ્રેમ કરવામાં આવે, અને જે બીજાઓને હાનિ પહોંચાડવામાંથી દૂર રહે છે એને કોઈ હાનિ ન પહોંચાડે એ સંભવિત: છે.

પ્રેમ આપણા વ્યક્તિત્વના વધારે કદરૂપા ભાગોને સંતાડે છે, કે જે કદાચ સાથી માનવને ખલેલ પહોંચાડી શકે. શું આપણે ઘમંડ, ઉદ્ધત વર્તન, આત્મ-કેન્દ્રિત અને પ્રેમની ખામી છે, એવા લોકોની નાની-મોટી ખામીઓની અવગણના કરવા માટે વધારે તૈયાર ન રહેવું જોઈએ જે પ્રેમમય છે?

પ્રેમને પહેરનાર લોકો ખ્રિસ્ત જેવા વ્યક્તિત્વની સુંદરતા પ્રગટ કરે છે. શારીરિક સુંદરતા અલ્પ છે જ્યારે, આત્મિક સુંદરતા આખા શરીરમાં વ્યાપ્ત હોય છે. તમે કદાચ એવા લોકોને જાણતા હોવ કે જે શારીરિક દેખાવના કારણે નહિ, પરંતુ વાસ્તવમાં તેઓના પ્રેમાળ વ્યક્તિત્વના કારણે સુંદર હોય. બીજી તર્ફે, આપણામાંના મોટા ભાગના એવી સુંદર સ્ત્રી અને દેખાવડા પુરુષોને મળ્યા છે કે જ્યારે તેઓનું અસલી રૂપ આપણી સામે આવતાની સાથે જ તેઓ આપણી નજરમાંથી ઉતરી જાય છે. પોતે પ્રેમથી પહેરેલા લોકો મધ્યે રહેવું કેટલા આનંદની બાબત છે!

ધિક્કારને બદલે પ્રેમ

વર્ષ ૧૯૯૪માં, જર્મનીમાં ૧,૪૫,૯૫૮ યહોવાહના સાક્ષીઓના કરવામાં આવેલા સર્વેક્ષણ બતાવે છે કે ધિક્કારને બદલે પ્રેમ ઉત્પન્‍ન કરવામાં આવી શકે.

વધારે પડતું પીવું, કેફી પદાર્થનો દુરુપયોગ, ગુના, જુગાર અને સમાજવિરોધી કે હિંસક આ બધું વર્તન એક યા બીજી રીતે સ્વાર્થીપણાની અભિવ્યક્તિ છે, કે જે સહેલાયથી ધિક્કારમાં પરિણમી શકે. પરંતુ ઇન્ટર્વ્યૂં કરવામાં આવેલા ૩૮.૭ ટકાએ કહ્યું કે યહોવાહના સાક્ષીઓએ હિમાયત કરેલા ઊંચ બાઇબલ સિદ્ધાંતોને શીખવાથી, તેઓ એક કે આ બધી સમસ્યાઓને વધારે સારી રીતે હલ કરી શક્યા છે. દેવ અને તેમના ન્યાયી સિદ્ધાંતો માટેનો પ્રેમ તેઓને એ રીતે વર્તવા પ્રેરણા આપે છે. વ્યક્તિગત રૂપે, યહોવાહના સાક્ષીઓ પ્રેમાળ સહાય આપે છે. છેલ્લા પાંચ વર્ષ (૧૯૯૨-૧૯૯૬) દરમિયાન, ૨૩૩ દેશોમાં ૧૬,૧૬,૮૯૪ વ્યક્તિઓને ફેરફાર કરવા મદદ કરવામાં આવી હતી, તેઓએ સર્વ-જીતનાર પ્રેમથી ધિક્કાર પર જીત મેળવી.

યહોવાહના સાક્ષીઓએ પોતાના લગ્‍નમાં બિનસ્વાર્થી પ્રેમ લાગુ પાડીને, સ્થાયી સંબંધો સ્થાપ્યા છે. કેટલાક દેશોમાં દરેક બે કે ત્રણ લગ્‍નોમાંથી એકનો છૂટાછેડામાં અંત આવે છે. પરંતુ ઉપરના સર્વેક્ષણે બતાવ્યું કે હાલમાં ફક્ત ૪.૯ ટકા સાક્ષીઓ પોતાના સાથીઓથી જુદા કે છૂટાછેડા પામેલા છે. તેમ છતાં, ભૂલી જવું જોઈએ નહિ કે એમાંના મોટા ભાગના લોકો યહોવાહના સાક્ષી બન્યા એ પહેલાં છૂટાછેડા લીધેલા હતા.

પ્રેમના દેવ એક મહાન શિક્ષક છે જે તેમને પ્રેમ કરનારાઓને તેમના માર્ગો શીખવે છે, તેથી યહોવાહના સાક્ષીઓ તેમને સૌથી વધારે પ્રેમ કરે છે. “દેવ પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા” બીજા લોકોથી ભિન્‍ન, યહોવાહના સાક્ષીઓ દેવને પ્રથમ રાખે છે. (૨ તીમોથી ૩:⁠૪) આ અસૈદ્ધાંતિક જગતથી ભિન્‍ન, યહોવાહના સાક્ષીઓ ધાર્મિક પ્રવૃત્તિમાં લગભગ ૧૭.૫ કલાક ખર્ચે છે. દેખીતી રીતે જ સાક્ષીઓ આત્મિક મનવાળા છે. એ કારણથી તેઓ ખુશ રહે છે. ઈસુએ કહ્યું: “આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે; કેમકે આકાશનું રાજ્ય તેઓનું છે.”​—⁠માત્થી ૫:⁠૩.

ગીતશાસ્ત્ર ૧૧૮ના લેખક કહે છે દેવના સાચા સેવકોએ માણસોથી ડરવાની જરૂર નથી. “યહોવાહ મારા પક્ષનો છે; હું બીવાનો નથી; માણસ મને શું કરી શકશે?” (કલમ ૬) દેવ પરનો પૂરેપૂરો ભરોસો બીજા માણસો માટેનો ધિક્કાર અને ભયના કારણને દૂર કરે છે.

એક ખ્રિસ્તી, સમજે છે કે દેવ “કરુણાથી તથા દયાથી ભરપૂર, કોપ કરવે ધીમો ને કૃપા તથા સત્યથી પરિપૂર્ણ” છે તે પોતામાંથી ગુસ્સો કાઢી નાખવા મહેનત કરશે, કેમ કે એ ધિક્કાર માટેનું બીજ બની શકે. દેવના આત્માનાં ફળો નમ્રતા તથા સંયમ વિકસાવવાથી, પોતાને આ પ્રાપ્ત કરવામાં મદદ મળશે.​—⁠ગીતશાસ્ત્ર ૮૬:૧૫; ગલાતી ૫:​૨૨, ૨૩.

એક સાચો ખ્રિસ્તી નમ્ર છે અને તે પોતે છે એના કરતાં પોતાને વધારે સમજતો નથી. (રૂમી ૧૨:⁠૩) તે બીજાઓ સાથેના તેના વ્યવહારમાં પ્રેમ વિકસાવે છે. ધિક્કારથી વિરુદ્ધ, પ્રેમ ‘ખિજવાતો નથી, અપકારને લેખવતો નથી.’​—⁠૧ કોરીંથી ૧૩:⁠૫.

હા, ભય, ગુસ્સો કે હાનિની લાગણી લોકોને ધિક્કારવાનું કારણ બની શકે. પરંતુ પ્રેમ, ધિક્કારના કારણથી, એના પર વિજય મેળવે છે. ખરેખર, પ્રેમ વિશ્વમાં સૌથી મજબૂત બળ છે કારણ કે “દેવ પ્રેમ છે.”​—⁠૧ યોહાન ૪:⁠૮.

ધિક્કાર જ જલદી હંમેશને માટે જતો રહેશે

સ્વાર્થીપણું અને ધિક્કાર યહોવાહ દેવના વ્યક્તિત્વનો ભાગ ન હોવાના કારણે, એઓ હંમેશના માટે રહી શકશે નહિ. એઓને બદલે પ્રેમને લાવી, એને દૂર કરવું એ જરૂરી છે, કે જે હંમેશના માટે રહેશે. તમે ધિક્કાર વગરના અને પ્રેમથી ભરેલા જગતની આશા રાખતા હોવ તો, એ જોવા માટે કઈ જરૂરિયાતો છે એ તમને યહોવાહના સાક્ષીઓને બાઇબલમાંથી સમજાવવા દો.

હા, આપણામાંના દરેક પોતાને આ પ્રશ્ન પૂછે તો સારું થશે, ‘મારા જીવનમાં કયો ગુણ પ્રભુત્વ જમાવે છે, પ્રેમ કે ધિક્કાર?’ આ માત્ર એક અવ્યવહારિક પ્રશ્ન નથી. જે વ્યક્તિ દેવના દુશ્મન, ધૃણાના દેવના પક્ષમાં છે તે વધારે સમય જીવશે નહિ. પ્રેમના દેવ યહોવાહ માટે જીવનાર વ્યક્તિ હંમેશ માટે જીવશે!​—⁠૧ યોહાન ૨:​૧૫-૧૭.

[Caption on page ૧૦]

આજે પણ લોકો પ્રેમને પહેરી શકે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો