વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • બીમારીમાં યહોવા તમારી કાળજી રાખશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
    • ૧૩. તંદુરસ્તીને લગતી સલાહ આપતા કે લેતા પહેલાં શું યાદ રાખવું જોઈએ?

      ૧૩ આજે, ચમત્કાર કરીને સાજાપણું આપવાની શક્તિ આપણામાંથી કોઈનામાં નથી. પરંતુ, ભાઈ-બહેનો આપણને મદદ કરવા ચાહતા હોવાથી, તેઓ આપણને તંદુરસ્તીને લગતી સલાહ આપે છે. ઘણી વાર આપણે પૂછ્‌યું નથી હોતું તોપણ તેઓ સલાહ આપતા હોય છે. ખરું કે, તેઓની અમુક સલાહ નુકસાનકારક નથી હોતી. જેમ કે, પાઊલનો વિચાર કરો. તેમણે તીમોથીને થોડો દ્રાક્ષદારૂ પીવાની સલાહ આપી હતી. કદાચ દુષિત પાણી પીવાને લીધે, તીમોથીને પેટની તકલીફ હતી.a (૧ તીમોથી ૫:૨૩ વાંચો.) જોકે, સ્વાસ્થ્યને લગતી સલાહ લેવામાં સાવધ રહેવું જોઈએ. કોઈ ભાઈ કે બહેન આપણને અમુક પ્રકારની દવા, જડીબુટ્‌ટી કે ઘરગથ્થુ ઉપચાર કરવા જણાવી શકે. તેઓ આપણને અમુક પ્રકારની પરેજી પાળવાનો આગ્રહ પણ કરે. તેઓ કદાચ એમ પણ જણાવે કે એનાથી તેમના કુટુંબના કોઈ સભ્યને રાહત મળી હતી. જોકે, એનો અર્થ એવો નથી કે એનાથી આપણને પણ ફાયદો થશે. કોઈ એક પ્રકારની દવા અથવા સારવારનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય તો, જરૂરી નથી કે એ લેવાથી આપણને કોઈ નુકસાન નહિ થાય. ભૂલીએ નહિ કે એ આપણા માટે જોખમી બની શકે છે!—નીતિવચનો ૨૭:૧૨ વાંચો.

  • બીમારીમાં યહોવા તમારી કાળજી રાખશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
    • a ધી ઑરિજિન્સ ઍન્ડ એન્શન્ટ હિસ્ટ્રી ઓફ વાઇન નામનું પુસ્તક આમ જણાવે છે: વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે દ્રાક્ષદારૂથી ટાઇફોઇડનાં અને બીજાં ખતરનાક જંતુ જલદી નાશ પામે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો