-
યુવાન લોકો પૂછે છે . . .સજાગ બનો!—૧૯૯૭ | ઑક્ટોબર
-
-
બાઇબલમાં આ મહત્ત્વના પ્રશ્નો પર વાત કરવામાં આવી છે. પ્રેષિત પાઊલે લખ્યું: “પણ જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે. કેમકે દ્રવ્યનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને કેટલાએક વિશ્વાસથી ભટકી ગયા છે, એને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.”—૧ તીમોથી ૬:૯, ૧૦.
-
-
યુવાન લોકો પૂછે છે . . .સજાગ બનો!—૧૯૯૭ | ઑક્ટોબર
-
-
તો પછી, યોગ્ય રીતે, પાઊલ કહે છે કે બધા-નાશના “દ્રવ્યનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે.” એના પરિણામ તરીકે, ઘણાઓ “વિશ્વાસથી ભટકી ગયા છે, એને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.” એક ઉદાહરણ લો, એક યુવાનને આપણે રોરી કહીશું. તેણે બાર વર્ષની ઉંમરે જુગાર રમવાનું શરૂ કર્યું. “એ કંઈ પણ કર્યા વિના પૈસા મેળવવાનો રસ્તો હતો,” તે યાદ કરે છે. થોડા જ વખતમાં, તે હજારો ડૉલરનો દેવાદાર બની ગયો અને મિત્રો, કુટુંબ અને શાળા કામની અવગણના કરવા લાગ્યો. “મેં છોડી દેવાનો પ્રયત્ન કર્યો,” તે કબૂલે છે, પરંતુ વારંવાર તે નિષ્ફળ ગયો. તેણે ૧૯ વર્ષે મદદ માટે બૂમ પાડી ત્યાં સુધી તે ‘ઘણાં દુઃખોથી પોતાને વીંધતો’ રહ્યો. આમ, લેખક ડગલાસ કેનેડી અતિશયોક્તિ કરતા નથી, તેના પુસ્તક ધનની પાછળ પડવું (અંગ્રેજી)માં તે પૈસાની પાછળ પડવાને “દુઃખ પહોંચાડનારો અનુભવ” કહે છે.
-