બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ
શું તમારો પહેરવેશ અને શણગાર
દેવને મહત્ત્વનો છે?
“પુસ્તકની અનુક્રમણિકા પુસ્તકની માહિતી વિષે જણાવે છે તેમ, . . . સ્રી કે પુરુષનો બાહ્ય દેખાવ અને પહેરવેશ તેઓની માનસિક સ્થિતિ વિષે જણાવે છે.”
—અંગ્રેજી નાટ્યલેખક ફિલીપ મૅસિન્જર.
ત્રીજી સદી સી.ઈ.માં, ચર્ચના લેખક તીતસ ક્લેમેન્ટે પહેરવેશ અને શણગારના નિયમોને લગતી લાંબી સૂચિ બનાવી. આભૂષણ અને આધુનિક કપડાં પહેરવાની મનાઈ હતી. સ્ત્રીઓ પોતાના વાળને રંગી શકતી ન હતી કે “સુંદરતાની જાળમાં ફસાવનાર વસ્તુઓ પોતાના ચહેરા પર લગાવી શકતી ન હતી,” એટલે કે “સૌંદર્યપ્રધાનનો ઉપયોગ કરી શકતી ન હતી.” માણસોને પોતાનું માથું મૂંડાવવાની સૂચના આપવામાં આવી હતી કારણ કે “મૂંડાવેલું માથું . . . બતાવે છે કે માણસ ગાંભીર્ય ધરાવે છે,” પરંતુ તેની દાઢીના વાળ કાપવા નહિ, કેમ કે એ “એ તેના ચહેરાને ગૌરવ આપીને પિતાનો ભય વિકસાવે છે.”a
a શાસ્ત્રવચનોને મચકોડીને આ મનાઈ લાદવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બાઇબલ આ પ્રકારની કોઈ બાબતો જણાવતું નથી છતાં, પ્રભાવશાળી ધર્મવિજ્ઞાની ટર્ટૂલિયને શીખવ્યું કે સ્ત્રીએ ‘પ્રથમ પાપ કર્યું અને મનુષ્યના પતનʼનું કારણ બની, એ કારણે સ્ત્રીઓએ “હવાની જેમ દુઃખ અને પસ્તાવા”માં ચાલવું જોઈએ. હકીકતમાં, તેણે આગ્રહ કર્યો કે કુદરતી રીતે સુંદર સ્ત્રીઓએ પોતાની સુંદરતા છુપાવવા બધું જ કરવું જોઈએ.—સરખાવો રૂમી ૫:૧૨-૧૪; ૧ તીમોથી ૨:૧૩, ૧૪.
સદીઓ પછી પ્રોટેસ્ટંટ આગેવાન જૉન કેલ્વિને પોતાના અનુયાયીઓ માટે ખાસ કરીને રંગ, પહેરી શકે એ પ્રકારના કપડાંના કાયદાઓ બનાવ્યા. ઝવેરાત અને સુશોભિત કોર પ્રત્યે અણગમો બતાવ્યો અને સ્ત્રીઓને “અનૈતિક હદ” ગણાતી હતી એ રીતે વાળ ઓળવા માટે જેલની સજા પણ થઈ શકે.
વર્ષો અગાઉ ધાર્મિક આગેવાનોએ આ પ્રકારનું ઉગ્ર દૃષ્ટિબિંદુ અપનાવ્યું, કે જે ઘણી પ્રમાણિક વ્યક્તિઓના આશ્ચર્યનું કારણ બન્યું કે હું જે પહેરું છું એનું ખરેખર દેવને મહત્ત્વ છે? શું તે અમુક ફેશન કે સૌંદર્યપ્રસાધનોના ઉપયોગનો અસ્વીકાર્ય કરે છે? બાઇબલ શું શીખવે છે?
વ્યક્તિગત બાબત
રસપ્રદપણે, યોહાન ૮:૩૧, ૩૨માં નોંધેલું છે તેમ, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “તમે મારા વચનમાં રહો, તો . . . તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.” હા, ઈસુએ શીખવેલા સત્યનો ઇરાદો પરંપરાઓ અને ખોટાં શિક્ષણોએ ઉત્પન્ન કરેલા ભારરૂપ બોજામાંથી લોકોને મુક્ત કરવાનો હતો. એઓ “ભારથી લદાયેલાઓ”ને તાજગી આપવા બનાવવામાં આવ્યા હતા. (માત્થી ૧૧:૨૮) ઈસુ કે તેમના પિતા, યહોવાહ દેવને લોકોનાં જીવનોને અંકુશમાં રાખવાની કોઈ ઇચ્છા નથી કે વ્યક્તિઓ પોતાની વ્યક્તિગત બાબતો પર પહેલ કરી અને પોતાના દલીલ ન કરી શકે. યહોવાહ તેઓને પુખ્ત લોકો બનાવવા ઇચ્છે છે કે “જેઓની ઇંદ્રિયો ખરૂંખોટું પારખવામાં કેળવાએલી છે.”—હેબ્રી ૫:૧૪.
આમ, બાઇબલ પહેરવેશ કે શણગાર કે સૌંદર્યપ્રસાધનોનો ઉપયોગ કરવા માટે કોઈ માહિતી પૂરી પાડતું નથી, સિવાય કે યહુદીઓને મુસાના નિયમ દ્વારા કેટલાક ખાસ કપડાંને કોર લગાવવાની જરૂર હતી, કે જે તેઓની આસપાસનાં રાષ્ટ્રો અને તેઓની અનૈતિક અસરથી દૂર રહેવા મદદ કરવાના હેતુથી હતી. (ગણના ૧૫:૩૮-૪૧; પુનર્નિયમ ૨૨:૫) ખ્રિસ્તી ગોઠવણમાં, પહેરવેશ અને શણગાર ખાસ કરીને વ્યક્તિગત પસંદગીની બાબત છે.
તેમ છતાં, એવું કોઈ સૂચન નથી કે આપણે ગમે તે પહેરીએ એ દેવને સ્વીકાર્ય છે. એનાથી ભિન્ન, બાઇબલ વાજબી માર્ગદર્શન ધરાવે છે કે જે પહેરવેશ અને શણગાર વિષે દેવનું દૃષ્ટિબિંદુ બતાવે છે.
“મર્યાદા તથા ગાંભીર્ય રાખીને”
પ્રેષિત પાઊલે લખ્યું કે ખ્રિસ્તી સ્ત્રીઓ “મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતાં વસ્ત્રથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી, કે કિંમતી પોશાકથી નહિ.” એવી જ રીતે, પીતરે “ગૂંથેલી વેણીનો તથા સોનાનાં ઘરેણાંનો અથવા જાતજાતનાં વસ્ત્ર પહેરવા” વિરુદ્ધ સલાહ આપી.—૧ તીમોથી ૨:૯; ૧ પીતર ૩:૩.
શું પીતર અને પાઊલે એવું બતાવ્યું કે ખ્રિસ્તી સ્ત્રીઓ અને પુરુષોએ પોતાના બાહ્ય દેખાવમાં સુધારો ટાળવો જ જોઈએ? જરાય નહિ! હકીકતમાં, બાઇબલ ઉલ્લેખે છે કે વિશ્વાસુ પુરુષો અને સ્ત્રીઓ ઝવેરાત કે સૌંદર્યવર્ધક તેલ કે અત્તરનો ઉપયોગ કરતા હતા. અહાશ્વેરોશ રાજાની હજૂરમાં જતા પહેલાં, એસ્તેરે વધુ પડતા સૌંદર્યપ્રસાધનોનો ઉપયોગ કર્યો જેમાં સુગંધીદાર તેલ અને માલિસનો પણ સમાવેશ થતો હતો. અને યુસુફને મલમલનાં વસ્ત્ર અને ગળામાં સોનાની સાંકળી પહેરાવવામાં આવી હતી.—ઉત્પત્તિ ૪૧:૪૨; નિર્ગમન ૩૨:૨, ૩; એસ્તેર ૨:૭, ૧૨, ૧૫.
પાઊલે ઉપયોગમાં લીધેલા “મર્યાદા” શબ્દ, આપણને ઉપદેશ ધ્યાનમાં રાખવા મદદ કરે છે. મૂળ ગ્રીક શબ્દ પ્રમાણસરનું અને આત્મ-સંયમને સૂચવે છે. એ વ્યક્તિની ગંભીર વિચારસરણીને લાગુ પડે છે, વધુ પડતું ધ્યાન ખેંચતી બાબતને નહિ. બીજા બાઇબલ ભાષાંતર આ શબ્દનું “ડહાપણથી,” “સભ્ય,” કે “સંયમ સાથે” એવું ભાષાંતર કરે છે. આ ગુણ ખ્રિસ્તી વડીલો માટે મહત્ત્વની જરૂરિયાત છે.—૧ તીમોથી ૩:૨.
તેથી, એ આપણને કહે છે કે આપણો પહેરવેશ અને શણગાર વિનયી અને સુવ્યવસ્થિત હોવો જોઈએ. શાસ્ત્રવચનો આપણને કોઈ પણ પ્રકારની વધુ પડતી ફેશન નિવારવાનું ઉત્તેજન આપે છે કે જે બીજાઓને દુભાવે અને આપણી શાખ અથવા ખ્રિસ્તી મંડળ પર બદનામી લાવે છે. દેવ માટે આદરભાવ જાહેર કરનારાઓએ શારીરિક શણગારથી પોતાના દેખાવ તરફ વધારે ધ્યાન ખેંચવાના બદલે મર્યાદા બતાવવી જોઈએ અને “અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે દીન તથા નમ્ર આત્મા” પર ભાર મૂકવો જોઈએ. પીતર સમાપ્તિમાં જણાવે છે કે, આ “દેવની નજરમાં બહુ મૂલ્યવાન છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)—૧ પીતર ૩:૪.
ખ્રિસ્તીઓ “માણસોની નજરે તમાશાના જેવા” છે. તેઓ બીજાઓ પર જે છાપ પાડે છે એના વિષે સજાગ રહેવાની જરૂર છે, ખાસ કરીને એ ધ્યાનમાં રાખીને કે, તેઓએ સુસમાચારનો પ્રચાર કરવાનો છે. (૧ કોરીંથી ૪:૯; માત્થી ૨૪:૧૪) એ કારણે, તેઓ પોતાના દેખાવસહિત, એવી કોઈ બાબતને પરવાનગી આપશે નહિ, જે બીજાઓને મહત્ત્વનો સંદેશો સાંભળવાથી વિચલિત કરે.—૨ કોરીંથી ૪:૨.
અલગ અલગ સ્થળોએ જુદી જુદી ફેશન હોવાથી, બાઇબલ વ્યક્તિઓને સ્પષ્ટ, વાજબી માર્ગદર્શન આપે છે કે જે તેઓને ડહપણભરી રીતે પસંદગી કરી શકે છે. આ સિદ્ધાંતોને વળગી રહીએ ત્યાં સુધી, દેવ સર્વને મુક્તપણે અને પ્રેમાળપણે પહેરવેશ અને શણગારમાં પોતાની વ્યક્તિગત પસંદગી કરવાની પરવાનગી આપે છે.