યુવાન લોકો પૂછે છે . . .
શું હું શાળામાં વધુ સારું કરી શકું?
“મારા માબાપને મન તો ઊંચા માર્ક જ બધું છે. ‘તેં તારી ગણિતની પરીક્ષામાં કેટલા માર્ક મેળવ્યા? તેં તારા અંગ્રેજીના પેપરમાં કેટલા માર્ક મેળવ્યા?’ હું તો તોબા પોકારી ગયો છું!”—૧૩ વર્ષનો સેમ.
સેમ એકલો જ આ સ્થિતિમાં નથી. ખરેખર, વધુ સારું કરી શકાય (અંગ્રેજી) પુસ્તકના લેખકો લખે છે: “અમે હજુ સુધી એવા માબાપને મળ્યા નથી જે એવું વિચારતા હોય કે તેઓનાં બાળકો ક્ષમતા મુજબ શાળામાં સારું કરી રહ્યા છે.” પરંતુ સેમના જેવા ઘણા યુવાનોને લાગે છે કે પોતાનાં માબાપ પોતાને શાળામાં સારું કરવા સુધારા માટે—કદાચ ચડિયાતા બનવા, તેઓ પર ઘણું જ દબાણ મૂકી રહ્યા છે. તેઓ પોતાના વર્ગમાં વધારાના દબાણનો સામનો કરી શકે. “શિક્ષકો પૂરતી ધીરજ રાખતા નથી,” એક તરુણ ફરિયાદ કરે છે. “તેઓ ઇચ્છે છે કે તમે તરત જ બાબતો યાદ રાખો અને તમે ન રાખી શકો તો, તમે ઠોઠ છો એવો અનુભવ કરાવે છે. તેથી હું તો પ્રયત્ન કરવાની પણ તસ્દી લેતો નથી.”
માબાપ અને શિક્ષકોની અપેક્ષા અનુસાર કરવામાં નિષ્ફળ જનાર યુવાનોને ઘણી વાર અણઆવડતવાળા કહેવામાં આવે છે. અને એ રીતે બધા વિદ્યાર્થીઓ શાળામાં કોઈક મુદ્દે અણઆવડતવાળા હોય છે. શા માટે? રસપ્રદપણે, શીખવા માટે હંમેશા આળસ કે અક્ષમતા કારણ હોતું નથી.a
a શીખવાની અક્ષમતા ધરાવતા યુવાનોને આ બાબતમાં ખાસ પડકારોનો સામનો કરવાનો હોય શકે. વધારાની માહિતી માટે, જૂન ૨૨, ૧૯૯૬ના પાન ૧૧-૧૩નું સજાગ બનો! (અંગ્રેજી) જુઓ.
શા માટે કેટલાક અણઆવડતવાળા
કબૂલ કે, શાળાના લેશનની વાત આવે છે ત્યારે, કેટલાક યુવાનો થોડાથી જ સંતોષ માનતા જોવા મળે છે. “હું થોડું કરીને ચલાવી લઈ શકું તો, હું ફક્ત થોડું જ કરું છું,” ૧૫ વર્ષનો હર્મન કબૂલે છે. પરંતુ, ખરું જોતા, બધા યુવાનો શીખવા માટે આળસ કરતા નથી. એવું હોય શકે કે તેઓને અમુક વિષયો નીરસ લાગી શકે. એમાંથી કેટલાક એવા હોય કે જેઓને પોતે શીખી રહ્યા છે એનું વ્યવહારું મૂલ્ય કરવું અઘરું લાગે છે. સત્તર વર્ષના રુબેને આ રીતે વ્યક્ત કર્યું: “એવા પણ વિષયો છે જેનો હું શાળા છોડ્યા પછી કદી પણ ઉપયોગ નહિ કરીશ, એની મને પાક્કી ખાતરી છે.” રસ કે ઉત્તેજનની ખામી સહેલાઈથી અણઆવડતવાળા બનવા તરફ દોરી શકે.
બીજા ઘટકો પણ છે. દાખલા તરીકે, શિક્ષક ઝડપથી ભણાવતા હોય તો, તમે હતાશ થઈ જશો. એ એકદમ ધીમા હોય તો, તમે કંટાળી જશો. તમે શાળામાં કેટલા સફળ થાવ છો એના પર સમોવડિયાનું દબાણ પણ અસર કરી શકે. અણઆવડતવાળા બાળકો (અંગ્રેજી) પુસ્તક સમજાવે છે: “એક ભણવામાં હોંશિયાર વિદ્યાર્થી ભણવામાં મધ્યમ સમોવડિયા સાથે ભળવાનું ઇચ્છતો હોય તો, તે તેમના જેવા મધ્યમ બનવાનું અનુભવી શકે.” આ રીતે, એક તરુણે ફરિયાદ કરી કે તે શાળાના શરૂઆતનાં વર્ષોમાં ખૂબ મહેનત કરતો હતો ત્યારે, બીજાઓ એની ઇર્ષા કરી અને તેની મજાક ઉડાવતા હતા. હા, એક યુવાન ખરેખર નીતિવચન ૧૪:૧૭માં જોવા મળતા સિદ્ધાંતનો સામનો કરી શકે: “યોજના કરનાર ધિક્કાર પામે છે.”
પ્રસંગોપાત, અણઆવડતવાળાનું કારણ વધારે જટિલ હોય છે. દુઃખદપણે, કેટલાક યુવાનો નકારાત્મક ખોટી છાપથી મોટા થતા હોય છે. એનું કારણ એ હોય શકે કે બાળકને સતત જડ, મૂર્ખ કે આળસુ જેવા ઉપનામ આપવામાં આવતા હોય. આખરે, યુવાનો આ પ્રકારના લેબલો અનુસાર જીવવાનું શરૂ કરી દે છે. એક દાક્તર એ આ રીતે વર્ણવે છે, “તમને કહેવામાં આવે કે તમે ઠોઠ છો અને તમે પોતે એ માનવા લાગો તો, તમે એ અનુસાર વર્તશો.”
મોટા ભાગે, માબાપ અને શિક્ષકોની ટોક-ટોકનો સારા હેતુ હોય છે. તેમ છતાં, યુવાનોને એવું લાગી શકે કે તેઓ પાસે ઘણી અપેક્ષાઓ રાખવામાં આવે છે. તમારા કિસ્સામાં એ સાચું લાગતું હોય તો, ખાતરી રાખો કે તમારાં માબાપ અને શિક્ષકો તમને તોડી પાડવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ શક્યપણે તમે પૂરી ક્ષમતા મેળવો ફક્ત એ જ ઇચ્છે છે. હજુ પણ સરખામણી કરવાની ચિંતાથી તમે પડતું મૂકવાનું વિચારી શકો. પડતું મૂકશો નહિ: તમે શાળામાં વધુ સારું કરી શકો છો.
પ્રેરણાબળ મેળવવું
પ્રથમ પગથિયું છે પ્રેરણાબળ મેળવવું! એ મેળવવા માટે, તમે જે શીખી રહ્યા છો એનો હેતુ જાણવાની જરૂર છે. બાઇબલ કહે છે: “જે ખેડે છે તેણે આશાથી ખેડવું, અને જે મસળે છે તેણે ફળ પામવાની આશાથી મસળવું જોઈએ.” (૧ કોરીંથી ૯:૧૦) અમુક વિષયો હંમેશા સહેલા હોતા નથી છતાં, “મહેનત”નું મૂલ્ય આંકવું. દાખલા તરીકે, તમે કદાચ કહી શકો, ‘હું કૉમ્પ્યુટર પ્રોગ્રામર બનવાનું ઇચ્છું છું. તો શા માટે મારે ઇતિહાસનો અભ્યાસ કરવો પડે છે?’
કબૂલ કે, તમારા શાળાના બધો અભ્યાસક્રમ—હમણાં યોગ્ય લાગતો ન પણ હોય. પરંતુ ભાવિ વિષે વિચારવાનો પ્રયત્ન કરો. વિવિધ વિષયોમાંનું સામાન્ય શિક્ષણ, તમારી આસપાસના જગતના જ્ઞાનની તમારી સમજણમાં વધારો કરશે. યહોવાહના સાક્ષીઓમાંના ઘણા યુવાનોને જોવા મળ્યું છે કે સારી રીતે આવરેલાં શિક્ષણે તેઓને ‘સર્વેની સાથે સર્વેના જેવા થવા’ મદદ કરી છે. એણે તેઓને વિવિધ લોકોને રાજ્ય સંદેશો રજૂ કરીને જીવનના માર્ગ પર ચાલવા મોટી મદદ કરી છે. (૧ કોરીંથી ૯:૨૨) એક વિષયમાં તમને એકદમ ઓછાં વ્યવહારુ મૂલ્યો જોવાં મળતાં હોય તોપણ, તમે એમાં પારંગત બની લાભ મેળવો. ઓછામાં ઓછું, તમે તમારી “સમજશક્તિ”માં વધારો કરશો કે જે તમને પાછળથી વધારે લાભદાયી થશે.—નીતિવચન ૧:૧-૪, NW.
શાળા તમારાં બાળકોની વિશિષ્ટ આવડત બહાર લાવવાનું કામ કરી શકે છે. પ્રેષિત પાઊલે તીમોથીને લખ્યું: “દેવનું કૃપાદાન . . . તને મળ્યું તેને તારે પ્રદીપ્ત કરવું.” (૨ તીમોથી ૧:૬) દેખીતી રીતે તીમોથીને ખ્રિસ્તી મંડળમાં સેવાના કેટલાક ખાસ લહાવાઓ પર નિયુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ તેની દેવે આપેલ ક્ષમતા—તેનું “કૃપાદાન”—સુષુપ્ત પડી રહે અને નકામી ન જાય માટે, કેળવવાની જરૂર હતી. અલબત્ત, તીમોથીને કૃપાદાન હતું તેમ, તમારી શાળાની ક્ષમતા દેવ દ્વારા સીધેસીધી આવતી નથી. તથાપિ, તમારી પાસે ક્ષમતા—પછી એ કળા, સંગીત, ગણિત, વિજ્ઞાન કે બીજા ક્ષેત્રમાં હોય—તમારા માટે ખાસ છે, અને શાળા તમને આ પ્રકારના કૃપાદાનોને શોધી કાઢવા અને વિકસાવવા મદદ કરી શકે છે.
સારા અભ્યાસક્રમની ટેવ
તોપણ, શાળામાંથી વધારે લાભ લેવા માટે, તમારે સારા અભ્યાસક્રમના નિત્યક્રમની જરૂર પડશે. (ફિલિપી ૩:૧૬ સરખાવો.) વિપુલ પ્રમાણમાં સામગ્રી આવરવા પૂરતા સમયનું સમયપત્રક બનાવો, પરંતુ વખતોવખત તમે પોતાને આરામ પણ આપો જેથી તમે પોતાને તાજગી આપી શકો. તમારા અભ્યાસમાં વાંચવાનો સમાવેશ થતો હોય તો, પ્રથમ સામગ્રીનું સર્વેક્ષણ કરો જેથી તમે તેનો સારાંશ મેળવી શકો. ત્યાર પછી, પ્રકરણના શીર્ષક કે મુખ્ય મથાળાના આધારે પ્રશ્નો બનાવો. ત્યાર પછી વાંચો, અને એમ કરો તેમ, તમે બનાવેલા પ્રશ્નનો જવાબ શોધો. છેવટે, તમે જે કંઈ શીખ્યા છો એમાંથી યાદ રાખી શકો છો કે નહિ એ જુઓ.
તમે જે જાણો છો એને જે શીખો છો એની સાથે સાંકળો. દાખલા તરીકે, વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી ‘દેવના અદૃશ્ય ગુણોને’ જોઈ શકાય છે. (રૂમી ૧:૨૦) ઇતિહાસ તમારા આ કથનની સત્યતા પુરવાર કરવા મદદ કરી શકે: “હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયાહ ૧૦:૨૩) તમે શીખો છો એ લાગુ પાડો છો તેમ, સંભવિત તમને જોવા મળશે કે શીખવું સહેલું—અને વધારે આનંદદાયક પણ છે! સુલેમાને અવલોક્યું: “પણ બુદ્ધિમાનને વિદ્યા સહજ પ્રાપ્ત થાય છે.”—નીતિવચન ૧૪:૬.
હકારાત્મક વલણ રાખો
જોકે, કેટલીક વાર અણઆવડત વ્યક્તિને કેવા મિત્રો છે એ પર આધારિત છે. શું તમારા મિત્રો વધુ કરવાનું ઉત્તેજન આપે છે, કે તેઓ પોતે અણઆવડતવાળા છે? બાઇબલ કહેવત બતાવે છે: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિવચન ૧૩:૨૦) તેથી શાણી રીતે તમારા મિત્રોની પસંદગી કરો. શાળા પ્રત્યે હકારાત્મક વલણ ધરાવતા લોકો સાથે સંગત રાખો. તમારા ગ્રેડ વધારવાના તમારા ધ્યેય વિષે તમારા શિક્ષક સાથે વ્યક્તિગત વાત કરતા અચકાશો નહિ. નિશંક તમારા શિક્ષક તમને એમ કરવા મદદ આપવા વધારાના પ્રયત્નો કરશે.
તમારી ક્ષમતા વિષે નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોવ ત્યારે, પ્રેષિત પાઊલના ઉદાહરણનો વિચાર કરો. લોકોએ તેમની બોલવાની ક્ષમતાની ટીકા કરી ત્યારે, તેણે પ્રત્યુત્તર આપ્યો: “પણ જો કે બોલવામાં પ્રવીણ ન હોઉં, તોપણ જ્ઞાનમાં હું અપૂર્ણ નથી.” (૨ કોરીંથી ૧૦:૧૦; ૧૧:૬) હા, પાઊલે પોતાની નબળાઈઓ કરતાં પોતાની ક્ષમતા પર ભાર આપ્યો. તમારી ક્ષમતાઓ કઈ છે? તમે એને અલગ તારવી શકતા ન હો તો, શા માટે મદદ માટે પુખ્ત વ્યક્તિ સાથે વાત નથી કરતા? આ પ્રકારના મિત્રો તમને તમારી ક્ષમતા ઓળખવા મદદ કરી શકે અને એમાંથી સૌથી વધારે લાભ મેળવી શકો.
સમસ્યાઓ છતાં પ્રગતિ કરો
“એ વાતોની ખંત રાખજે; તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વેના જાણવામાં આવે.” (૧ તીમોથી ૪:૧૫) એક પિતા તેના પુત્રની સાથે વાત કરતા હોય તેમ, પાઊલે સફળ થયેલા તીમોથીને તેના સેવાકાર્યમાં હજુ વધારે પ્રગતિ કરવા ઉત્તેજન આપ્યું. બાઇબલ સમયોમાં ગ્રીક ક્રિયાપદ “પ્રગતિ”નો શાબ્દિક અર્થ “કાપીને આગળ વધવું” ઝાડીઓમાંથી જતી કોઈક વ્યક્તિ પોતાના માટે રસ્તો કરે એવી કલ્પના કરી શકીએ. સમય પસાર થાય તેમ, શાળામાં જવું પણ એમ જ લાગી શકે. પરંતુ અંતમાં તમને જે પ્રતિફળ મળશે એ લાભકારક હશે એવું વિચારો તો, તમારો શાળાનો માર્ગ વધારે સહેલો થશે.
પ્રયત્નો, પ્રેરણા અને શીખવું તાલમાં તાલ મીલાવે છે. દાખલા તરીકે: વાજિંત્ર વગાડનારનો વિચાર કરો. તે એનો આનંદ માણે તો, એ વધુ વગાડશે. તે વધારે વગાડે છે તેમ, વધુ સારુ વગાડે છે, જે તેનો આનંદ વધારે છે. આપણે વધારે શીખીએ તેમ, વધારે શીખવું સહેલું બને છે. તેથી તમારા લેશનથી નિરુત્સાહ ન થાઓ. જરૂરી પ્રયત્નો કરો, તમને આગળ વધવા મદદ કરે એવા લોકોની સંગત કરો, અને પ્રાચીન રાજા આસાને અઝાર્યાહે કહેલા શબ્દો પર મનન કરો: “તમારા હાથ ઢીલા પડવા ન દો; કેમકે તમારા પ્રયત્નનું ફળ તમને મળશે.”—૨ કાળવૃત્તાંત ૧૫:૭.
તમારા ગ્રેડ સુધારવાના તમારા ધ્યેય વિષે તમારા શિક્ષક સાથે વાત કરતા અચકાશો નહિ
કોઈ વિષય તમને એકદમ ઓછો વ્યવહારુ લાગતો હોય છતાં પણ, તમે એમાં પારંગત બનવાથી લાભ મેળવશો