યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યુવાનો—“સારાં કામ માટે ઉત્સાહી” બનો
પ્રેરિત પાઊલે તિતસને પત્રમાં લખ્યું કે, ‘દરેક બાબતમાં સારું કામ કરવાનો દાખલો બેસાડ.’ એ સલાહ બધા યુવાન ભાઈઓ માટે પણ હતી. (તિ ૨:૬, ૭) પછી એ જ પત્રમાં તેમણે જણાવ્યું કે ઈસુએ યહોવાના લોકોને શુદ્ધ કર્યા છે, જેથી તેઓ ‘સારાં કામ માટે ઉત્સાહી બની શકે.’ (તિ ૨:૧૪) સારાં કામો કરવાની એક રીત છે, ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવો અને એ વિશે શીખવવું. જો તમે યુવાન હોવ તો, સહાયક કે નિયમિત પાયોનિયરીંગ કરવામાં તમારી શક્તિ વાપરી શકો?—નીતિ ૨૦:૨૯.
તમારે પાયોનિયર બનવું હોય તો, એવો પ્લાન બનાવવાની જરૂર છે, જેને તમે પહોંચી વળો. (લુક ૧૪:૨૮-૩૦) દાખલા તરીકે, નિયમિત પાયોનિયર બનો ત્યારે, પોતાનું ભરણ-પોષણ કઈ રીતે કરશો? દર મહિને પ્રચારના કલાકો કેવી રીતે પૂરા કરશો? પ્રાર્થનામાં યહોવાની મદદ માંગો. (ગી ૩૭:૫) તમારાં માબાપ અને લાંબા સમયથી પાયોનિયરીંગ કરતા ભાઈ-બહેનો સાથે તમારા પ્લાન વિશે વાત કરો અને તેઓની સલાહ લો. પછી, એ ધ્યેય પૂરો કરવા પગલાં ભરો. યહોવા ચોક્કસ તમારી મહેનત પર આશીર્વાદ આપશે!
યહોવાને મહિમા આપતા યુવાનો વીડિયો જુઓ અને નીચે આપેલા સવાલોના જવાબ આપો:
અમુકને પાયોનિયર બનતા શું રોકતું હતું? તેઓએ કઈ રીતે એ પડકારો પર જીત મેળવી?
માબાપો કઈ રીતે પોતાનાં બાળકોને નિયમિત પાયોનિયર બનવા મદદ કરી શકે?
પ્રચાર માટે શેડ્યુલ બનાવવું કેમ મહત્ત્વનું છે?
મંડળ કઈ રીતે પાયોનિયરોને ઉત્તેજન અને મદદ આપી શકે?
પાયોનિયરીંગ કરતા ભાઈ-બહેનોને કેવા આશીર્વાદો મળે છે?