-
શું તમે “અદૃશ્યને” જુઓ છો?ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
-
-
૧૦. (ક) ઈસવીસન પૂર્વે ૧૫૧૩ના નીસાન મહિનામાં યહોવાએ ઈસ્રાએલીઓને શું કરવા કહ્યું? (ખ) મુસાએ શા માટે ઈશ્વરના કહ્યા પ્રમાણે કર્યું?
૧૦ ઈસવીસન પૂર્વે ૧૫૧૩ના નીસાન મહિનામાં યહોવાએ મુસા અને હારૂનને કહ્યું કે ઈસ્રાએલીઓને એક સંદેશો જણાવે. એ સંદેશો હતો કે તેઓ એક તંદુરસ્ત હલવાન અથવા બકરો કાપે અને એનું લોહી બારસાખ પર છાંટે. (નિર્ગ. ૧૨:૩-૭) ખરું કે, ઈસ્રાએલીઓએ એવું કામ પહેલાં ક્યારેય કર્યું ન હતું. છતાં, પ્રેરિત પાઊલ મુસા વિશે જણાવે છે કે, “વિશ્વાસથી તેણે પાસ્ખાપર્વની તથા રક્ત છાંટવાની ક્રિયા ઠરાવી, રખેને પ્રથમજનિતોનો નાશ કરનાર તેઓને અડકે.” (હિબ્રૂ ૧૧:૨૮) મુસાને ખબર હતી કે યહોવા ભરોસાપાત્ર છે. એ માટે, ઇજિપ્તના પ્રથમજનિતોનો ખાતમો કરવાના યહોવાના વચન પર મુસાએ શ્રદ્ધા રાખી.
૧૧. મુસાએ શા માટે બીજાઓને ચેતવ્યા?
૧૧ મુસાને સાથી ભાઈ-બહેનો પર પ્રેમ હતો. મુસાના પોતાના દીકરા એ સમયે દૂર મિદ્યાનમાં સલામત જગ્યાએ હતા. (નિર્ગ. ૧૮:૧-૬) છતાં, આજ્ઞાનું પાલન કરીને તેમણે ઈસ્રાએલીઓના એ બધાં કુટુંબોને ચેતવ્યાં જેઓના પ્રથમ જન્મેલા દીકરા ખતરામાં હતા. મુસા તેઓના જીવને “નાશ કરનાર”થી બચાવવા માંગતા હતા.a એ માટે તેમણે તરત જઈને ‘ઈસ્રાએલના સર્વ વડીલોને બોલાવીને તેઓને કહ્યું, કે “હલવાનો લઈને પાસ્ખા કાપો.”’—નિર્ગ. ૧૨:૨૧.
૧૨. યહોવાએ આપણને કયો સંદેશો જાહેર કરવા કહ્યું છે?
૧૨ આજે યહોવાના લોકો સ્વર્ગદૂતોના માર્ગદર્શન નીચે આ મહત્ત્વનો સંદેશો જાહેર કરી રહ્યા છે: ‘ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો કેમ કે તેમના ન્યાયનો સમય આવ્યો છે. અને જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને પાણીના ઝરાઓ ઉત્પન્ન કર્યાં, તેમની આરાધના કરો.’ (પ્રકટી. ૧૪:૭) એ સંદેશો જાહેર કરવાનો હમણાં જ સમય છે. આપણે પોતાના પડોશીઓને ચેતવવા જોઈએ કે તેઓ મહાન બાબેલોનમાંથી નીકળી જાય, જેથી “આવનારા અનર્થોમાંનો કોઈ પણ” તેઓ પર આવી ન પડે. (પ્રકટી. ૧૮:૪) “બીજાં ઘેટાં”ના સભ્યો પણ અભિષિક્તો સાથે જોડાઈને લોકોને “ઈશ્વરની સાથે સમાધાન” કરવા અરજ કરે છે.—યોહા. ૧૦:૧૬; ૨ કોરીં. ૫:૨૦.
યહોવાનાં વચનોમાં શ્રદ્ધા રાખવાથી ખુશખબર જાહેર કરવાની તમારી ઇચ્છા વધશે (ફકરો ૧૩ જુઓ)
૧૩. ખુશખબર જણાવવાની તમારી ઇચ્છા શાનાથી વધશે?
૧૩ આપણને પૂરી ખાતરી છે કે ‘ન્યાયનો સમય’ આવી પહોંચ્યો છે. આપણને એવી પણ ખાતરી છે કે યહોવાના જણાવ્યા પ્રમાણે પ્રચારકાર્ય પણ એટલી જ તત્પરતાથી થઈ રહ્યું છે. પ્રેરિત યોહાને સંદર્શનમાં, ‘ચાર દૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા, જેઓએ પૃથ્વીના ચાર વાયુને અટકાવી રાખ્યા છે.’ (પ્રકટી. ૭:૧) શું શ્રદ્ધાની નજરથી તમે પણ એ ચાર દૂતોને જોઈ શકો છો, જેઓ આ પૃથ્વી પર મોટી વિપત્તિ લાવતા વિનાશક વાયુ મુક્ત કરવા તૈયાર છે? જો તમે એ દૂતોને શ્રદ્ધાની નજરે જોશો તો તમે પૂરા ભરોસાથી ખુશખબર જાહેર કરી શકશો.
-
-
શું તમે “અદૃશ્યને” જુઓ છો?ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
-
-
a યહોવાએ પોતાના દૂતને મોકલીને ઇજિપ્તના પ્રથમ જન્મેલા દીકરાઓનો નાશ કર્યો.—ગીત. ૭૮:૪૯-૫૧.
-