-
યહોવાહ તૂરનું અભિમાન ઉતારે છેયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
૩૨. યોહાને કઈ ચેતવણી આપી અને એ આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ?
૩૨ આપણે ગરીબ હોઈએ કે ધનવાન, યહોવાહની ભક્તિ આપણા જીવનમાં મુખ્ય હોવી જોઈએ. એ ખૂબ જ મહત્ત્વનું છે કે આપણે પ્રેષિત યોહાનના શબ્દો કદી ન ભૂલીએ: “જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો, જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી.” (૧ યોહાન ૨:૧૫) ખરું કે આપણે જીવવા માટે પૈસાની જરૂર છે. (૨ થેસ્સાલોનીકી ૩:૧૦) તેથી, આપણે આ ‘જગત સાથે વહેવાર’ કરવો પડે છે, પણ “જગતના વહેવારમાં તલ્લીન થઈ” ન જઈએ. (૧ કોરીંથી ૭:૩૧) આપણે જગત અને તેની વસ્તુઓના પ્રેમમાં પડી ગયા હોઈએ તો, આપણે યહોવાહને ચાહતા નથી. “દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર” શોધવા અને સાથે સાથે યહોવાહની ભક્તિ કરવી, એ શક્ય નથી.d તેમ જ, હંમેશ માટેનું જીવન તો યહોવાહની ઇચ્છા પૂરી કરવાથી જ મળશે.—૧ યોહાન ૨:૧૬, ૧૭.
-
-
યહોવાહ તૂરનું અભિમાન ઉતારે છેયશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
-
-
d “જીવનનો અહંકાર” ભાષાંતર થયેલો ગ્રીક શબ્દ આલાઝોનીઆ છે. જેનું વર્ણન એમ કરવામાં આવે છે કે, “કોઈ આસ્થા વિનાની પોકળ માન્યતા, જેમાં પૃથ્વીની ચીજ-વસ્તુઓ પર ખોટો ભરોસો મૂકવામાં આવે છે.”—થેયર્સની નવી ગ્રીક-અંગ્રેજી ડિક્શનરી.
-