બાઇબલમાં રહેલો ખજાનો | પ્રકટીકરણ ૧૦-૧૨
“બે સાક્ષીઓને” મારી નંખાયા અને જીવતા કરાયા
“બે સાક્ષીઓ”: અભિષિક્ત ભાઈઓનું નાનું ગ્રૂપ. ૧૯૧૪માં ઈશ્વરનું રાજ્ય સ્થપાયું ત્યારે તેઓ આગેવાની લેતા હતા
મારી નંખાયા: તેઓએ સાડા ત્રણ વર્ષ “તાટ પહેરીને” સેવાકાર્ય કર્યું. એ પછી તેઓને જેલમાં પૂરવામાં આવ્યા અને તેઓનું કામ બંધ કરવામાં આવ્યું ત્યારે, જાણે તેઓને “મારી નાખવામાં આવ્યા”
જીવતા કરાયા: “સાડા ત્રણ દિવસ” પછી એટલે કે ટૂંકા સમયગાળા પછી, તેઓને જેલમાંથી છોડવામાં આવ્યા અને તેઓએ ફરી સેવાકાર્યમાં આગેવાની લીધી. આ રીતે જાણે તેઓને જીવતા કરવામાં આવ્યા