વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • જોજો, કોઈ છેતરી ન જાય!
    ચોકીબુરજ—૨૦૦૪ | ફેબ્રુઆરી ૧૫
    • ૫ આ જગતના અંતના છેલ્લા સમયમાં શેતાન ગમે એ કરવા તૈયાર છે. શેતાનને સ્વર્ગમાંથી ધરતી પર ફેંકી દેવામાં આવ્યો છે. તેને ખબર છે કે તેની ઘડીઓ ગણાઈ રહી છે, એટલે “તે ઘણો કોપાયમાન થયો છે.” વળી, તે “આખા જગતને ભમાવે છે,” જેથી શક્ય એટલા લોકોનો પોતાની સાથે નાશ થાય. (પ્રકટીકરણ ૧૨:૯, ૧૨) શેતાન કોઈ કોઈ વાર જ એમ કરે છે એવું નથી. તે રાત-દહાડો જગતને ભમાવે છે.a લોકોને છેતરવા શેતાન પોતાની પાસેનાં બધા જ સાધનો વાપરે છે, જેમાં બનાવટ અને બેવફાઈ પણ છે. આમ, તે લોકોનાં મન આંધળા કરીને તેઓને પરમેશ્વરથી દૂર દૂર લઈ જાય છે. (૨ કોરીંથી ૪:૪) બનાવટનો આ ઉસ્તાદ ખાસ કરીને એ લોકોનો નાશ કરવા ચાહે છે, જેઓ ‘ખરા દિલથી અને સચ્ચાઈથી પરમેશ્વરનું ભજન કરે’ છે. (યોહાન ૪:૨૪, પ્રેમસંદેશ; ૧ પીતર ૫:૮) આમ તો શેતાને દાવો માંડ્યો છે કે ‘હું ધારું એને પરમેશ્વરથી દૂર કરી શકું છું.’ (અયૂબ ૧:૯-૧૨) ચાલો શેતાનની અમુક ‘દુષ્ટ ચાલાકીઓ’ વિષે જાણીએ અને એની સામે કઈ રીતે ટક્કર ઝીલી શકાય એ વિષે પણ શીખીએ.—એફેસી ૬:૧૧, પ્રેમસંદેશ.

  • જોજો, કોઈ છેતરી ન જાય!
    ચોકીબુરજ—૨૦૦૪ | ફેબ્રુઆરી ૧૫
    • a મૂળ ભાષામાં પ્રકટીકરણ ૧૨:૯માં “ભમાવે છે” માટેના ક્રિયાપદ વિષે, એક પુસ્તક કહે છે કે એ ‘ચાલુ ક્રિયા બતાવે છે. જે કરવાની વ્યક્તિને આદત પડી ગઈ હોય.’

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો