-
દૂતો—આપણે તેઓ વિશે શું જાણવું જોઈએ?દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
૨. શેતાન અને દુષ્ટ દૂતો કોણ છે?
એક દૂત યહોવાની સામે થયો અને તેણે યહોવાની આજ્ઞા તોડી. તે “શેતાન તરીકે ઓળખાય છે, જે આખી દુનિયાને ખોટે માર્ગે દોરે છે.” (પ્રકટીકરણ ૧૨:૯) શેતાન બધા પર રાજ કરવા માંગતો હતો. એટલે તેણે દુનિયાનાં સૌથી પહેલાં સ્ત્રી-પુરુષને યહોવા વિરુદ્ધ ઉશ્કેર્યાં, જેથી તેઓ તેમની આજ્ઞા તોડે. પછી અમુક દૂતોને પણ ઉશ્કેર્યા. એ દૂતો યહોવાને વફાદાર ન રહ્યા, એટલે તેઓ દુષ્ટ દૂતો કહેવાય છે. યહોવાએ શેતાનને અને દુષ્ટ દૂતોને સ્વર્ગમાં રહેવા ન દીધા. તેઓને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા અને બહુ જલદી તેઓનો નાશ કરવામાં આવશે.—પ્રકટીકરણ ૧૨:૯, ૧૨ વાંચો.
૩. શેતાન અને દુષ્ટ દૂતો કઈ રીતે લોકોને ખોટા માર્ગે દોરે છે?
શેતાન અને દુષ્ટ દૂતો મેલીવિદ્યા અને જાદુટોણાંથી લોકોને ખોટા માર્ગે દોરે છે. ઘણા લોકો મેલીવિદ્યામાં ભાગ લે છે, પણ જાણતા નથી કે એમ કરીને તેઓ દુષ્ટ દૂતોના સંપર્કમાં આવે છે. મેલીવિદ્યાના અલગ અલગ પ્રકાર છે. જેમ કે, જ્યોતિષીઓ અને ભૂવા પાસે જવું, રાશિ જોવી, કુંડળી જોવડાવવી, વગેરે. અમુક લોકો એવી સારવાર કરાવે છે, જેમાં મેલીવિદ્યા હોય છે. તો અમુક લોકોને એવું કહીને છેતરવામાં આવે છે કે તેઓ ગુજરી ગયેલાં સગાં-વહાલાં કે મિત્રો સાથે વાત કરી શકે છે.a પણ યહોવા આપણને ચેતવણી આપે છે, “મરેલી વ્યક્તિ સાથે વાત કરનાર ભૂવાઓ તરફ તમે ન ફરો અને ભવિષ્ય ભાખનાર પાસે ન જાઓ.” (લેવીય ૧૯:૩૧) એ ચેતવણી આપવાનું કારણ એ છે કે યહોવા આપણને શેતાન અને દુષ્ટ દૂતોથી બચાવવા ચાહે છે. તેઓ યહોવાના દુશ્મનો છે અને આપણને નુકસાન કરવા ચાહે છે.
-
-
ઈશ્વરનું રાજ્ય હમણાં રાજ કરે છેદુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
૨. ૧૯૧૪થી કેવા બનાવો બની રહ્યા છે અને લોકોનાં વાણી-વર્તન કેવાં થઈ ગયાં છે?
ઈસુના શિષ્યોએ તેમને પૂછ્યું હતું: “તમારી હાજરીની અને દુનિયાના અંતના સમયની નિશાની શું હશે?” (માથ્થી ૨૪:૩) ઈસુએ જવાબમાં કહ્યું કે તે ઈશ્વરના રાજ્યના રાજા બનશે એ પછી પૃથ્વી પર ઘણા બનાવો બનશે. જેમ કે, યુદ્ધો થશે, દુકાળો પડશે અને ધરતીકંપો થશે. (માથ્થી ૨૪:૭ વાંચો.) બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે “છેલ્લા દિવસોમાં” લોકોનાં વાણી-વર્તન એટલાં ખરાબ હશે કે એ ‘સહન કરવાં અઘરાં હશે.’ (૨ તિમોથી ૩:૧-૫) ખાસ કરીને ૧૯૧૪થી આવાં ખરાબ બનાવો અને વાણી-વર્તન સાફ જોવા મળે છે.
૩. ઈશ્વરનું રાજ શરૂ થયું ત્યારથી દુનિયાની હાલત કેમ બગડી ગઈ છે?
સ્વર્ગમાં રાજા બન્યા પછી ઈસુએ થોડા જ સમયમાં શેતાન અને તેના દુષ્ટ દૂતોને એક યુદ્ધમાં હરાવી દીધા. બાઇબલમાં લખ્યું છે કે, શેતાનને “પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો અને સાથે સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.” (પ્રકટીકરણ ૧૨:૯, ૧૦, ૧૨) શેતાનને ખબર છે કે હવે તેના વિનાશની ઘડીઓ ગણાઈ રહી છે. એટલે તે ગુસ્સાથી લાલ-પીળો થઈ ગયો છે અને લોકો પર દુઃખ-તકલીફો લાવી રહ્યો છે. તેના લીધે જ દુનિયાની હાલત આટલી ખરાબ થઈ ગઈ છે. પણ બહુ જલદી ઈશ્વરનું રાજ્ય બધી તકલીફોને દૂર કરી દેશે.
-
-
ઈશ્વરનું રાજ્ય હમણાં રાજ કરે છેદુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
૫. ૧૯૧૪થી દુનિયાની હાલત બગડી રહી છે
ઈસુએ પહેલેથી જણાવ્યું હતું કે તે રાજા બનશે પછી આ દુનિયાની હાલત કેવી થશે. લૂક ૨૧:૯-૧૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
આજે તમે કેવા બનાવો બનતા જોયા છે અથવા એના વિશે સાંભળ્યું છે?
પ્રેરિત પાઉલે જણાવ્યું હતું કે માણસોના રાજના છેલ્લા દિવસોમાં લોકોનાં વાણી-વર્તન કેવાં હશે. ૨ તિમોથી ૩:૧-૫ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
આજે તમને લોકોમાં કેવું વલણ જોવા મળે છે?
-