વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઈસુ મંડળોને શું જણાવે છે?
    ચોકીબુરજ—૨૦૦૩ | મે ૧૫
    • ૭ જો કે એફેસસના ખ્રિસ્તીઓને એક મોટો પ્રોબ્લમ હતો. ઈસુએ કહ્યું: “તારી વિરૂદ્ધ મારે આટલું છે, કે તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો.” તેથી, એફેસસના ભાઈ-બહેનોએ યહોવાહ માટે પહેલા જેવો પ્રેમ હતો, એવો પ્રેમ બતાવવાની જરૂર હતી. (માર્ક ૧૨:૨૮-૩૦; એફેસી ૨:૪; ૫:૧, ૨) આપણે દરેક આપણા વહાલા પિતા યહોવાહ પરનો પ્રેમ કદી ઠંડો પડવા ન દઈએ. (૩ યોહાન ૩) પરંતુ પૈસા અને મોજમજાની પાછળ આપણે દોડતા હોઈએ તો શું? (૧ તીમોથી ૪:૮; ૬:૯, ૧૦) એમ હોય તો, આપણે યહોવાહને વીનવીએ કે તે આપણને મદદ કરે. તેમ જ, યહોવાહ અને ઈસુ માટેના પ્રેમથી આપણું દિલ એવું ભરી દઈએ, જેથી બીજી નકામી વાતો માટે કોઈ જગા જ ન રહે.—૧ યોહાન ૪:૧૦, ૧૬.

  • ઈસુ મંડળોને શું જણાવે છે?
    ચોકીબુરજ—૨૦૦૩ | મે ૧૫
    • ૧૧ એફસસના ભાઈ-બહેનોની જેમ, યહોવાહ માટેનો આપણો પ્રેમ ઠંડો પડી જાય તો શું? એમ ન થાય માટે, ચાલો આપણે દરેક યહોવાહ અને તેમના પ્રેમ વિષે બીજાને જણાવતા રહીએ. એ કદી ન ભૂલીએ કે યહોવાહે પોતાના એકના એક વહાલા દીકરાની કુરબાની આપીને, આપણા માટે મોટી કિંમત ચૂકવી છે. (યોહાન ૩:૧૬; રૂમીઓને પત્ર ૫:૮) યહોવાહના મહાન પ્રેમ વિષે મિટિંગોમાં કોમેન્ટ કરતા શરમાઈએ નહિ. વળી, યહોવાહ પરનો આપણો પ્રેમ પ્રગટ કરવા, બીજા લોકોને તેમના વિષે જણાવતા રહીએ. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૦-૧૩) આમ, મંડળમાં આપણે દરેક યહોવાહ માટેનો પહેલો પહેલો પ્રેમ વધારતા રહીશું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો