વાચકો તરફથી પ્રશ્ન
આર્માગેદનનું યુદ્ધ ક્યાં થશે?
આર્માગેદનનું યુદ્ધ કોઈ એક શહેર કે દેશમાં નહિ પણ આખી દુનિયામાં થશે. શા માટે? કેમ કે આ યુદ્ધમાં એક બાજુ યહોવાહનું લશ્કર હશે અને બીજી બાજુ દુશ્મનોનું લશ્કર હશે. લડનારાની સંખ્યા એટલી બધી હશે કે તેઓ કોઈ એક યુદ્ધ મેદાનમાં સમાઈ નહિ શકે.
આર્માગેદન કે હાર-માગેદોન એ “સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈ” છે. યહોવાહે ઈસુને આ લડાઈમાં આગેવાન નીમ્યા છે. દુશ્મનો સામે યુદ્ધ કરવા ઈસુ, દૂતોના સૈન્યને ભેગું કરે છે.—પ્રકટીકરણ ૧૬:૧૪; ૧૯:૧૧-૧૬.
શેતાન દુનિયાની સરકારોને છેતરીને પોતાના પક્ષમાં લડવા ભેગી કરે છે. આની સાબિતી આપતા બાઇબલ કહે છે કે ‘તેઓ ચમત્કારો કરનારા ભૂતો છે; જેઓ આખા જગતના રાજાઓને એકઠા કરવા માટે તેઓની પાસે જાય છે. હેબ્રી ભાષામાં જેને હાર-માગેદોન કહે છે ત્યાં તેઓને એકઠા કરે છે.’—પ્રકટીકરણ ૧૬:૧૪-૧૬.
ઘણા લોકો બાઇબલ વાંચે છે અને એને સમજવાની કોશિશ કરે છે. તેઓ પ્રકટીકરણના પુસ્તકને પણ બાઇબલના બીજાં પુસ્તકો જેવું જ ગણે છે. તેઓમાંનાં અમુક પ્રકટીકરણમાં આપેલા શબ્દચિત્ર વાંચે છે. અને માની લે છે કે જાણે એવું જ થશે. તેઓને લાગે છે કે આ યુદ્ધ મગિદોના યુદ્ધમેદાનમાં લડાશે. એટલે તેઓ એ મેદાનની આસપાસ બનતા બનાવો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. એક ગ્રીક બાઇબલકોશ, પ્રકટીકરણ વિષે જણાવે છે કે આર્માગેદનનું યુદ્ધ મગિદોના મેદાનમાં થશે. આ કોશ ઓસોનોમસે છઠ્ઠી સદીમાં લખ્યો હતો.
અમુક પાદરીઓ પણ માને છે કે આર્માગેદનનું યુદ્ધ મગિદોમાં થશે. એક પાદરી જોન એફ. વોલવુર્ડ જે ડલ્લાસ થીયોલોજીકલ સેમીનારના પ્રમુખ રહી ચૂક્યા છે, તે જણાવે છે કે આર્માગેદન ‘મધ્યપૂર્વમાં લડાશે.’ એ લડાઈ ઉત્તર પેલેસ્તાઈનના ‘મગિદોના પર્વત’ પર થશે.
પણ બાઇબલ એ વિચાર સાથે સહમત નથી. આર્માગેદન કોઈ ચોક્કસ જગ્યાએ નહિ થાય. એનું કારણ પ્રકટીકરણની શરૂઆતમાં જ જણાવ્યું છે કે એ ‘દર્શનનું’ પુસ્તક છે. એ દર્શનનું ઊંડું જ્ઞાન લેવું પડે. અને એમાં જે શબ્દચિત્ર મળે છે એવું જ થશે એમ ન માની લેવું જોઈએ. (પ્રકટીકરણ ૧:૧) યહોવાહના સાક્ષીઓએ તેમના સાહિત્ય સ્ટડીઝ ઇન ધ સ્ક્રીપ્ચર, વૉલ્યુમ-૪માં જણાવ્યું હતું કે ‘બાઇબલ પર સ્ટડી કરવાથી શીખવા મળ્યું છે કે મગિદોની આસપાસ આર્માગેદનનું યુદ્ધ નહિ થાય.’
ઇતિહાસ જણાવે છે કે મગિદોમાં યહોવાહના લોકોએ ઘણી લડાઈઓ લડી હતી. એમાં દુશ્મનોનો પૂરેપૂરો નાશ થયો. આર્માગેદનમાં પણ એવું જ થશે. એટલે કે આખી દુનિયા પરથી યહોવાહ પોતાના દુશ્મનોનું નામો-નિશાન મિટાવી દેશે.—પ્રકટીકરણ ૨૧:૮.
ઈશ્વરનું આ યુદ્ધ એવા લોકો સાથે છે જેઓ જાણીજોઈને ખોટાં કામો કરે છે. જેઓ યહોવાહ અને ઈસુને ચાહે છે તેઓએ આર્માગેદનથી ડરવાની જરૂર નથી. યહોવાહ કહે છે કે હું મારા ‘ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણું છું.’ (૨ પીતર ૨:૯) બાઇબલ વચન આપે છે કે ‘યહોવાહની વાટ જો, તેને માર્ગે ચાલ, અને પૃથ્વીનો વારસો પામવાને તે તને મોટો કરશે; દુષ્ટોનો નાશ થશે તે તું જોશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૩૪. (wp08 4/1)