-
તમારી શ્રદ્ધાને જાળવી રાખોચોકીબુરજ—૨૦૦૫ | ફેબ્રુઆરી ૧૫
-
-
૪. આપણી શ્રદ્ધા જાળવી રાખવા, ઈસુએ કયો દાખલો વાપરીને ચેતવણી આપી?
૪ ભલે આપણે નાના હોય કે મોટા, આપણે દુનિયાના વિચારોથી દૂર રહેવું જોઈએ. આપણે દુનિયાના લોકોથી જુદા છીએ. ખુદ યહોવાહે આપણા દિલમાં સદ્ગુણો રોપ્યા છે. (ઉત્પત્તિ ૧:૨૬; મીખાહ ૬:૮) જો આપણે યહોવાહના કહ્યા પ્રમાણે જીવીએ તો આપણી શ્રદ્ધાને જાળવી રાખીશું. જેમ સરસ મજાના કપડાં પહેરવાથી આપણે કેવા સુંદર લાગીએ છીએ. પણ એના વગર આપણને કેટલી શરમ લાગશે. આપણી શ્રદ્ધા ને સંસ્કારો એ સરસ મજાના કપડાં છે. શેતાન આપણી શ્રદ્ધાને કાઢીને આપણને શરમાવા ચાહે છે. ઈસુએ કહ્યું: “જુઓ, ચોરની પેઠે હું આવું છું, જાગૃત રહે છે, અને પોતાનાં વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન ચાલવું ન પડે, અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે!”a—પ્રકટીકરણ ૧૬:૧૫.
-
-
તમારી શ્રદ્ધાને જાળવી રાખોચોકીબુરજ—૨૦૦૫ | ફેબ્રુઆરી ૧૫
-
-
a આપણે એમ ધારી શકીએ કે આ ચેતવણી ચોકીદારો માટે હતી. યરૂશાલેમના મંદિરમાં રાતે એક અમલદાર બધા ચોકીદારોને જોવા જતો. જો કોઈ ચોકીદાર સૂતો નજરે પડે, તો અમલદાર તેને લાકડીથી મારતો. પછી ચોકીદારના કપડાં ફાડીને, બાળી નાખતો.
-