૩૯
આપણને શાંતિ મળશે
૧. યહોવા શાંતિ લાવશે
હર ખૂણે ખૂણે
લડાઈ બંધ કરી નાખશે
નફરત નઈ રેʼશે
રાજકુમાર છે શાંતિનો
તારો એ દીકરો
સત્યની લડાઈ જીતશે
શાંતિ ફેલાવશે
૨. ભાલા ને તલવારોને
અમે ભાંગ્યા છે
જીભમાંથી ઝેર કાઢીને
મીઠાશ ભરી છે
માફી આપતા શીખીને
સંપીને રહ્યે
હવે આપણે સૌ ચાલ્યે
ઈસુને પગલે
૩. શાંતિને જે ચાહે છે
ઈશ્વરને ગમે
શાંતિ આપણે વાવીશું
પ્રેમભાવ લણીશું
ઈશ્વરનું રાજ્ય લાવશે
શાંતિ હર ખૂણે
આપણને શાંતિ મળે
પ્રાર્થના એજ કરʼયે
(ગીત. ૪૬:૯; યશા. ૨:૪; યાકૂ. ૩:૧૭, ૧૮ પણ જુઓ.)