૩૨
અડગ રહીએ
૧. ચારેબાજુ અંધકાર છવાયો છે
કાલ શું થશે એ ચિંતા છે સૌને
હિંમત રાખ્યે, ન ગભરાયે આપણે
યહોવાનો સાથ લઈએ
(ટેક)
આપણે ડરીએ નહિ
જગમાં ફસાયે નહિ
ઈશ્વર સાથે ચાલ્યે
દરરોજ આપણે ચાલ્યે
૨. જગતની લાલચ આપણને ખેંચે
રહ્યે અડગ ભલે જોર એ કરે
ચાલો યહોવાને પકડી રાખ્યે
જરા પણ ન ડગમગ્યે
(ટેક)
આપણે ડરીએ નહિ
જગમાં ફસાયે નહિ
ઈશ્વર સાથે ચાલ્યે
દરરોજ આપણે ચાલ્યે
૩. સાચા દિલે ઈશ્વર ભક્તિ કરʼયે
હવે જરા પણ ન ઢીલા પડ્યે
મંજિલ પર રાખીશું નજર આપણી
વીતશે દિવસો જલદી
(ટેક)
આપણે ડરીએ નહિ
જગમાં ફસાયે નહિ
ઈશ્વર સાથે ચાલ્યે
દરરોજ આપણે ચાલ્યે
(લુક ૨૧:૯; ૧ પીત. ૪:૭ પણ જુઓ.)