૨
યહોવા તારો આભાર
૧. મારી વિનંતીને ધરે છે તું કાન
પછી ભલે આવે લાખો તોફાન
આ તારા હેતને કદી ન ભૂલીએ
હે યહોવા તારો એહસાન માન્યે
૨. ઈસુના લાલ લોઈમાં કલમ બોળીને
લખ્યું અમારું નામ તારા દિલમાં
આ તારા પ્રેમને કદી ન ભૂલીએ
હે યહોવા તારો ઉપકાર માન્યે
૩. ઓ પ્રભુ તું અમને હિંમત દે આજે
તારું નામ પ્રગટ કરવાને માટે
તારું નામ અમે કદી ન ભૂલીએ
હે યહોવા તારો આભાર માન્યે
(ગીત. ૫૦:૧૪; ૯૫:૨; ૧૪૭:૭; કોલો. ૩:૧૫ પણ જુઓ.)