૪૮
યહોવાને માર્ગે ચાલીએ
૧. યહોવા તું કેટલો પ્રેમાળ
તારો ઝાલી હાથ ચાલ્યે દિન-રાત
અમે તો ધૂળના બનેલા
ચાલી શક્યે ન તારા વિના
આપણું બંધન દીધું જોડી
ઈસુના નિર્દોષ લોઈથી
તારા તો કેટલા છે ઉપકાર
એને યાદ રાખ્યે જીવનભર
૨. દુન્યાની છેલ્લી ઘડી છે
તારા ન્યાયનો દિવસ નજીક છે
સિંહની જેમ શેતાન ગર્જે છે
મક્કમ રહ્યે અમે ન ડર્યે
અમારી તું રક્ષા કરજે
પાસ તારી અમને રાખજે
ન છોડ્યે કદી સાથ તારો
તું છે રખેવાળ અમારો
૩. મારી સાચી શક્તિ છો તું
તાકાત નબળાને આપે છે તું
આપ્યાં તેં ભાઈ-બ્હેનો મને
સુખ-દુઃખમાં મારી પડખે રહે
સાંભળે તું અમારી દુઆ
દિલાસો અમને દે છે
અમે તારી સાથે ચાલ્યે
સાચે માર્ગે તું ચલાવે
(ઉત. ૫:૨૪; ૬:૯; ૧ રાજા. ૨:૩, ૪ પણ જુઓ.)