ગીત ૧૫૪
અંત સુધી યહોવાને વળગી રહીશું
કેમ સહી શકાય
દુઃખના ડુંગર તૂટી પડે
ઈસુએ સહ્યું
તેણે તો દુઃખ ઘણું સહ્યું
ન ડગ્યા, ન ભૂલ્યા
યહોવાનાં વચન
(ટેક)
અડગ શ્રદ્ધા રાખીશું
હર કોઈ દુઃખ સહીશું
તારો પ્રેમ ન ભૂલીશું
તને વળગી રહીશું, અંત સુધી
જેમ જીવન વીતે
દુઃખ ને આંસુનો ધોધ વહે
ન સૂઝે કોઈ માર્ગ
તો આશીર્વાદને ન ભૂલ્યે
સુખ આવશે, દુઃખ જશે
દુન્યા નવી થશે
(ટેક)
અડગ શ્રદ્ધા રાખીશું
હર કોઈ દુઃખ સહીશું
તારો પ્રેમ ન ભૂલીશું
તને વળગી રહીશું, અંત સુધી
કંઈ પણ ભલે થાય
કદી હાર ન માની લેવાય
ન શ્રદ્ધા ડગે
યહોવાનો દિન છે પાસે
ન ડર્યે, ન ભૂલ્યે
હવે અંત છે આંગણે
(ટેક)
અડગ શ્રદ્ધા રાખીશું
હર કોઈ દુઃખ સહીશું
તારો પ્રેમ ન ભૂલીશું
તને વળગી રહીશું, અંત સુધી
(પ્રે.કા. ૨૦:૧૯, ૨૦; યાકૂ. ૧:૧૨; ૧ પીત. ૪:૧૨-૧૪ પણ જુઓ.)