૪૯
યહોવા છે સહારો
૧. યહોવા છે સહારો
આશરો તે છે મારો
મને છાયામાં એના
આશરો મળશે સદા
દુઃખોનો જો પહાડ તૂટે
તે આશરો દેશે મને રે
યહોવા છે સહારો
મને આપે છે દિલાસો
૨. યહોવા છે સહારો
આશરો તે છે મારો
પાસે તેની રહીને
થાય શાંત આ દિલ મારું
સંસાર જો મને ફસાવે
યહોવા મને બચાવે
યહોવા છે સહારો
મને આપે છે દિલાસો
૩. યહોવા છે સહારો
આશરો તે છે મારો
તેની પાંખોની નીચે
શાંતિ મને મળે
જો લાગે ઠોકર જીવનમાં
બચાવી લેશે તે મને
યહોવા છે સહારો
મને આપે છે દિલાસો
(ગીત. ૯૭:૧૦; ૧૨૧:૩, ૫; યશા. ૫૨:૧૨ પણ જુઓ.)