૨૪
ધરતી આખી ખીલી ઊઠશે
૧. રાતો દર્દની વીતી જશે
જિંદગી આખી બદલાઈ જશે
ધરતી આખી ખીલી ઊઠશે
રંગીન ફૂલો બધે ખીલશે
સુખનાં ઝરણાં સાગર બનશે
સાથે મીઠી લહેર લાવશે
આ ધરતીને ખૂણે ખૂણે
હશે ઈશ્વરના આશીર્વાદ
૨. રાતો દર્દની વીતી જશે
જિંદગી આખી બદલાઈ જશે
ત્યારે વાઘ ગાયની જેમ ચરશે
સિંહની પણ બીક નહિ લાગશે
જીવનની દોર નહિ તૂટશે
મોતનો કોળયો કોઈ નઈ થશે
દુઃખનાં આંસુ નહિ વ્હેશે
હસતી રેʼશે સૌની આંખો
૩. રાતો દર્દની વીતી જશે
જિંદગી આખી બદલાઈ જશે
કોયલની જેમ બધા ગાશે
બુલબુલનાં ગીત સૌ સાંભળશે
મોરની જેમ સૌ નાચી ઊઠશે
સૌની આંખો તેજ થઈ જશે
ઈશ્વર રંગશે આ દુન્યાને
સુખના રંગે આ દુન્યાને
(યશા. ૧૧:૬-૯; ૩૫:૫-૭; યોહા. ૧૧:૨૪ પણ જુઓ.)