૪૩
જાગતા રહીએ
૧. જાગતા રેʼવાનું છે આપણે
જગમાં તો સહેવાનું છે
હિંમત ભેગી કરવાની છે
જિંદગીને જીતવાની છે
વચન ઈસુએ પોતે આપ્યું
‘અંત સુધી તમારી સાથે છું’
(ટેક)
જાગતા રેʼવાનું છે આપણે
આ જગતના અંત સુધી
૨. જાગતા રેʼવાનું સાંભળીને
ઈશ્વરની વાત માનીને
ચાલતા રેʼવાનું છે આપણે
ઈસુની સાથે સાથે
સાચી સલાહને કાન ધરીશું
છેવટે આપણું થશે ભલું
(ટેક)
જાગતા રેʼવાનું છે આપણે
આ જગતના અંત સુધી
૩. જાગતા રેʼવાનું સંપીને
યહોવાને વળગીને
દુશ્મનો રોકે ન હવે
ઈશ્વર છે આપણી પડખે
યહોવાના સેવકો સાથે
દુન્યામાં સંદેશો ફેલાવ્યે
(ટેક)
જાગતા રેʼવાનું છે આપણે
આ જગતના અંત સુધી
(માથ. ૨૪:૧૩; હિબ્રૂ ૧૩:૭, ૧૭; ૧ પીત. ૫:૮ પણ જુઓ.)