૪૨
‘નબળાઓને મદદ કરીએ’
૧. કેʼવાય છે માણસ માત્ર
છે ભૂલને પાત્ર
તોપણ યહોવા ઢાંકે
પ્રેમથી આપણને
બીજાની ભૂલોને
ઢાંક્યે પ્રેમથી આપણે
યહોવા જેવો એ પ્રેમ
આપણે બતાવ્યે
૨. નાના હોય કે મોટા સૌ
છે ભૂલને પાત્ર
પાપથી બંધાયેલ છીએ
પણ નથી લાચાર
ખોલ્યાં આપણાં બંધન
યહોવાએ પોતે
આપણા એકે-એક આંસુ
યહોવા લૂછશે
૩. નીચા ન પાડ્યે કોઈને
પણ હિંમત દઈએ
તોડી ન પાડ્યે કોઈને
પણ પ્રેમથી બોલ્યે
નબળાઓને આપણે
મોતી જેવા ગણ્યે
દુઃખોનો કાદવ ધોઈને
તેમને ચમકાવ્યે
(૨ કોરીં. ૧૧:૨૯; યશા. ૩૫:૩, ૪; ગલા. ૬:૨ પણ જુઓ.)