૪૪
સંદેશો બધે વાવીએ
૧. આવી મોસમ હવે કાપણીની
હજુ ઘણું કામ છે બાકી
શરૂ કર્યું એ કામ ઈસુએ
દૂતો પણ છે આપણી સાથે
કેવો સરસ આ મોકો મળ્યો
એમાં સાથ ઈસુનો ભળ્યો
તો ચાલો સંદેશો બધે વાવ્યે
કાપણીનું ઇનામ મેળવ્યે
૨. આવી મોસમ ખેતર ખેડવાની
હજુ ઘણું કામ છે બાકી
હવે પાક લણવાનો છે વખત
આ દુન્યાનો અંત છે નજીક
ઈશ્વર સાથે કરʼયે કામ આપણે
આનંદથી એના બોલ વાવ્યે
યહોવાના સંદેશાનું પાણી
રેડ્યે સૌનાં દિલમાં આપણે
(માથ. ૨૪:૧૩; ૧ કોરીં. ૩:૯; ૨ તીમો. ૪:૨ પણ જુઓ.)