૩૪
જીવનમાં લખ્યું તારું નામ
૧. યહોવા તું છે અનંત અવિનાશી
સાગર તું પ્યારનો, બુદ્ધિ છે અપાર
તું ન્યાય દેનારો, શક્તિનો ઝરો તું
તું અમારા સૌનો પરવરદિગાર
તું સૌથી મહાન, રાજાનો રાજા છો
પૂર્વથી પશ્ચિમ સૌને જણાવ્યે
(ટેક)
લખ્યું છે તારું નામ માથે અમારે
કદી પણ ન ભૂંસ્યે એને અમે
૨. અમે સંપીને કરʼયે તારી સેવા
એકબીજાનો પ્યાર ન છૂટવા દઈએ
અમારા દીવાથી સૌને પ્રગટાવ્યે
તો સાચો પ્રકાશ વધે ને વધે
તારા નામનો મુગટ આપીને અમને
આપ્યું છે કેવું સુંદર તેં સન્માન
(ટેક)
લખ્યું છે તારું નામ માથે અમારે
કદી પણ ન ભૂંસ્યે એને અમે
(પુન. ૩૨:૪; ગીત. ૪૩:૩; દાની. ૨:૨૦, ૨૧ પણ જુઓ.)