૫૩
સંપીને રહીએ
૧. સંપનાં મોતી પરોવીને
વિશ્વાસની દોર મજબૂત રાખ્યે
ન તૂટે આ સંપની દોરી
જે ઈશ્વરે ગૂંથી
એકે-એક મોતી છે
વીણેલાં પ્રેમથી
ઈશ્વરના હાથોમાં રહ્યે
તે કહે ત્યાં પોરવાઈ જઈએ
મોતી આપણે અનેક રંગનાં
એક સુંદર માળાનાં
૨. ભલે હોય રંગરૂપ અનેક પણ
એક દિલ ને એક મનના થઈએ
એકબીજાનું ભલું કરʼયે
ભૂલચૂકને માફ કરʼયે
સુખ-દુઃખમાં સાથ આપ્યે
બોજ હળવો કરʼયે
સાચા પ્રેમની માળા ગૂંથ્યે
એનાથી શણગાર્યે સૌને
ઈશ્વરને સૌ દુઆ કરʼયે
સંપીને સૌ રહ્યે
(મીખા. ૨:૧૨; સફા. ૩:૯; ૧ કોરીં. ૧:૧૦ પણ જુઓ.)