બૉક્સ ૨-ક
હઝકિયેલની ભવિષ્યવાણીઓની સમજણ
ભવિષ્યવાણી એટલે શું?
બાઇબલમાં હિબ્રૂ ક્રિયાપદ નાવાનો આ રીતે અનુવાદ કરવામાં આવ્યો છે: “ભવિષ્ય વિશે જણાવવું.” મોટા ભાગે એનો અર્થ થાય, ઈશ્વર તરફથી સંદેશો આપવો, સજા વિશે જણાવવું, સારું શિક્ષણ આપવું અથવા આજ્ઞાઓ આપવી. એનો અર્થ એમ પણ થાય કે ભવિષ્ય વિશે ઈશ્વર તરફથી જાહેર કરવું. હઝકિયેલની ભવિષ્યવાણીઓમાં ઈશ્વરે આપેલા એ બધા પ્રકારના સંદેશા વિશે જણાવવામાં આવ્યું છે.—હઝકિ. ૩:૧૦, ૧૧; ૧૧:૪-૮; ૧૪:૬, ૭; ૩૭:૯, ૧૦; ૩૮:૧-૪.
કઈ રીતે કરવામાં આવી?
દર્શનો
ઉદાહરણો
સંદેશાઓ દૃશ્ય ભજવીને બતાવવા
હઝકિયેલના પુસ્તકમાં દર્શનો, ઉદાહરણો અને વાર્તાઓ છે. એમાં ભાવિના સંદેશાઓ દૃશ્ય ભજવીને બતાવવામાં આવ્યા છે.
કઈ રીતે સાચી પડી?
હઝકિયેલની અમુક ભવિષ્યવાણીઓ એક કરતાં વધારે વાર સાચી પડી. જેમ કે, યહોવાની ભક્તિ ફરી શરૂ થવા વિશેની ભવિષ્યવાણીઓ. એ ભવિષ્યવાણીઓ ઈશ્વરના લોકો વચનના દેશમાં પાછા આવ્યા ત્યારે અમુક હદે પૂરી થઈ. એમાંની ઘણી ભવિષ્યવાણીઓ આજે સાચી પડી રહી છે અને ભાવિમાં પણ સાચી પડશે. એના વિશે આપણે આ પુસ્તકના ૯મા પ્રકરણમાં જોઈશું.
આપણે અગાઉ માનતા હતા કે હઝકિયેલની ભવિષ્યવાણીઓમાં જે વ્યક્તિ, વસ્તુ, જગ્યા કે બનાવ વિશે જણાવ્યું છે, એ ભવિષ્યમાં થનાર બનાવોને રજૂ કરે છે. પણ આ પુસ્તકમાં એવી કોઈ સમજણ આપવામાં આવી નથી. જે વ્યક્તિ, વસ્તુ, જગ્યા કે બનાવ વિશે બાઇબલમાં સાબિતી મળે છે કે એ શાને રજૂ કરે છે, એના વિશે જ સમજણ આપવામાં આવી છે.a આ પુસ્તકમાં જણાવ્યું છે કે હઝકિયેલની ઘણી ભવિષ્યવાણીઓ કઈ રીતે મોટા પાયે પૂરી થશે. હઝકિયેલના પુસ્તકમાં જણાવેલાં લોકો, જગ્યાઓ અને બનાવોમાંથી આપણે શું શીખી શકીએ, એ પણ બતાવ્યું છે.
a એના વિશે વધારે જાણવા ચોકીબુરજ માર્ચ ૧૫, ૨૦૧૫ પાન ૯-૧૧, ફકરા ૭-૧૨ અને પાન ૧૭-૧૮, “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.