અયૂબ
૯ અયૂબે કહ્યું:
૨ “મને પૂરી ખાતરી છે કે વાત એમ જ છે.
પણ માણસ અદાલતમાં ઈશ્વર આગળ કઈ રીતે ન્યાયી સાબિત થઈ શકે?+
૪ તે ખૂબ જ બુદ્ધિશાળી અને મહાશક્તિશાળી છે.+
તેમનો સામનો કોણ કરી શકે? કોણ સલામત રહી શકે?+
૫ તે પહાડોને ખસેડે છે* અને કોઈને ખબર પણ પડતી નથી;
તે ગુસ્સે ભરાઈને પહાડોને ઊથલાવી નાખે છે.
૬ તે પૃથ્વીને પોતાની જગ્યાએથી હલાવી નાખે છે,
એટલે એના પાયા ડગમગી જાય છે.+
૭ તે સૂર્યને એનો પ્રકાશ બુઝાવી દેવાનો હુકમ આપે છે,
અને તારાઓની ચમક ઢાંકી દે છે.+
૯ તેમણે એશ,* કેસીલ* અને કીમાહ* નક્ષત્રો બનાવ્યાં છે,+
દક્ષિણનાં નક્ષત્રો પણ તેમના હાથની કમાલ છે;
૧૦ તે એવાં મહાન કામો કરે છે, જેનો પાર પામી શકાતો નથી,+
તેમનાં અદ્ભુત કામો ગણી શકાતાં નથી.+
૧૧ તે મારી પાસેથી પસાર થાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી.
તે મારી આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને ઓળખી શકતો નથી.
૧૨ જો તે કંઈક ઝૂંટવી લે, તો તેમને કોણ રોકી શકે?
તેમને કોણ પૂછી શકે, ‘આ તમે શું કરો છો?’+
૧૪ તો પછી, જો મારે તેમને જવાબ આપવો પડે,
તેમની સામે દલીલો કરવી પડે, તો મારે કેટલું સમજી-વિચારીને બોલવું પડે!
૧૫ હું સાચો હોઉં તોપણ તેમને જવાબ નહિ આપું.+
હું તો મારા ન્યાયાધીશ* પાસે ફક્ત દયાની ભીખ માંગી શકું છું.
૧૬ જો હું તેમને બોલાવું, તો શું તે મને જવાબ આપશે?
મને નથી લાગતું કે તે મારો અવાજ પણ સાંભળશે,
૧૭ કેમ કે તે વાવાઝોડાથી મને વિખેરી નાખે છે,
કારણ વગર મારા ઘા વધારે છે.+
૧૮ તે મને શ્વાસ પણ લેવા દેતા નથી;
બસ, એક પછી એક મુશ્કેલી લાવતા જ જાય છે.
૧૯ જો તાકાતનો સવાલ હોય, તો તે જ સૌથી શક્તિશાળી છે.+
જો ન્યાયનો સવાલ હોય, તો તે કહે છે: ‘મને અદાલતમાં હાજર થવાનો હુકમ કોણ કરી શકે?’
૨૦ હું સાચો હોઉં તોપણ, મારું મોં મને ગુનેગાર ઠરાવશે.
હું મારી પ્રમાણિકતા* જાળવી રાખું તોપણ,* તે મને દોષિત જાહેર કરશે.
૨૧ હું મારી પ્રમાણિકતા જાળવી રાખું તોપણ,* મને ખબર નથી કે મારું શું થશે,
હું મારી જિંદગીને ધિક્કારું છું.
૨૨ છેવટે બધું એકનું એક જ છે. એટલે તો હું કહું છું,
‘તે દુષ્ટની સાથે સાથે નિર્દોષનો* પણ નાશ કરે છે.’
૨૩ જ્યારે પૂર અચાનક આવીને ઘણી જિંદગી તાણી જાય છે,
ત્યારે તે નિર્દોષની લાચારી પર હસે છે.
૨૪ તેમણે પૃથ્વીને દુષ્ટના કબજામાં સોંપી છે,+
તે ન્યાયાધીશોની આંખો પર પટ્ટી બાંધે છે.
જો એવું કરનાર તે નથી, તો બીજું કોણ છે?
૨૬ હોડીની* જેમ એ તેજ ગતિથી સરકી જાય છે,
શિકાર પર તરાપ મારતા ગરુડની જેમ એ ઝડપથી જતા રહે છે.
૨૭ જો હું કહું, ‘હું મારું દુઃખ ભૂલી જઈશ,
હું મારી ઉદાસી દૂર કરીને ખુશમિજાજ થઈશ,’
૨૮ તોપણ મારી પીડાને લીધે મને હજી ડર લાગે છે,+
હું જાણું છું કે તમે મને નિર્દોષ નહિ જ ગણો.
૨૯ જો હું ગુનેગાર જ ઠરવાનો હોઉં,
તો શા માટે નકામી મહેનત કરું?+
૩૦ જો હું પીગળતા બરફના પાણીથી પોતાને ધોઉં,
અને સાબુથી* પોતાના હાથ ચોખ્ખા કરું,+
૩૧ તો તમે મને કાદવવાળા ખાડામાં એવો રગદોળશો કે
મારાં કપડાંને પણ મારાથી ચીતરી ચઢશે.
૩૨ ઈશ્વર મારા જેવા માણસ નથી કે હું તેમને જવાબ આપું,
અને તેમને અદાલતમાં ઘસડી જાઉં.+
૩૩ અમારી વચ્ચે સમાધાન કરાવનાર કોઈ નથી.
અમારો ન્યાયાધીશ કોણ બનશે?*
૩૪ જો તે મને પોતાની સોટીથી મારવાનું બંધ કરી દે,
અને ભયાનક બાબતોથી ડરાવવાનું છોડી દે,+
૩૫ તો હું ડર્યા વગર તેમની સામે મારું મોં ખોલીશ,
કેમ કે મારી પાસે ડરવાનું કોઈ કારણ નથી.