-
ઉત્પત્તિ ૨૮:૧૬-૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ એવામાં યાકૂબ જાગી ગયો અને બોલી ઊઠ્યો: “સાચે જ, યહોવા આ જગ્યાએ છે, પણ મને એની ખબર ન હતી.” ૧૭ તે ડરી ગયો અને કહ્યું: “આ કોઈ સામાન્ય જગ્યા નથી, આ તો પવિત્ર જગ્યા છે! આ ઈશ્વરનું જ ઘર છે+ અને આ તો સ્વર્ગનો દરવાજો છે!”+ ૧૮ યાકૂબે સવારે વહેલા ઊઠીને માથા નીચે મૂકેલો પથ્થર સ્મારક-સ્તંભ તરીકે ઊભો કર્યો અને એના પર તેલ રેડ્યું.+ ૧૯ તેણે એ જગ્યાનું નામ બેથેલ* પાડ્યું. પહેલાં એ શહેરનું નામ લૂઝ હતું.+
-