૨૭ આખરે, યાકૂબ પોતાના પિતા ઇસહાક પાસે મામરે પહોંચ્યો.+ મામરે કિર્યાથ-આર્બામાં, એટલે કે હેબ્રોનમાં આવેલું છે. એ જ જગ્યાએ ઇબ્રાહિમ અને ઇસહાક પરદેશીઓ તરીકે રહ્યા હતા.+
૨૨ તેઓ નેગેબ થઈને હેબ્રોન પહોંચ્યા,+ જ્યાં અહીમાન, શેશાય અને તાલ્માય+ નામના અનાકીઓ*+ વસતા હતા. ઇજિપ્તનું સોઆન શહેર બંધાયું એના સાત વર્ષ પહેલાં હેબ્રોન બંધાયું હતું.