૧૩ યહોવાએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે, તેણે યફૂન્નેહના દીકરા કાલેબને+ યહૂદાના વંશજોમાં હિસ્સો આપ્યો, એટલે કે કિર્યાથ-આર્બા આપ્યું, જે હેબ્રોન+ શહેર છે. (આર્બા તો અનાકનો પિતા હતો.)
૧૧ ઇઝરાયેલીઓએ તેઓને યહૂદાના પહાડી વિસ્તારનું કિર્યાથ-આર્બા,+ એટલે કે હેબ્રોન+ અને એની આસપાસનાં ગૌચરો આપ્યાં. (આર્બા તો અનાકનો પિતા હતો.) ૧૨ પણ શહેરની જમીન અને એનાં ગામડાઓનો કબજો તેઓએ યફૂન્નેહના દીકરા કાલેબને આપ્યો.+