૮ યહોવા ઈશ્વરે પૂર્વ તરફ એદનમાં એક બાગ બનાવ્યો+ અને તેમણે જે માણસ બનાવ્યો હતો+ એને એ બાગમાં મૂક્યો. ૯ યહોવા ઈશ્વરે બાગમાં બધી જાતનાં ઝાડ ઉગાડ્યાં. એ ઝાડ જોવામાં સુંદર અને એનાં ફળ ખાવામાં સારાં હતાં. બાગની વચ્ચે તેમણે જીવનનું ઝાડ+ ઉગાડ્યું. તેમણે ભલું-ભૂંડું જાણવાનું ઝાડ+ પણ ઉગાડ્યું.