૨૫ “હારુન અને તેના દીકરાઓને કહે, ‘પાપ-અર્પણનો નિયમ આ છે:+ યહોવા આગળ જ્યાં અગ્નિ-અર્પણના પ્રાણીને કાપવામાં આવે છે,+ ત્યાં જ પાપ-અર્પણના પ્રાણીને પણ કાપવું. એ અર્પણ ખૂબ પવિત્ર છે. ૨૬ જે યાજક એ પ્રાણીને પાપ-અર્પણ તરીકે ચઢાવે, તે એને ખાય.+ તે એને પવિત્ર જગ્યામાં, એટલે કે મુલાકાતમંડપના આંગણામાં ખાય.+