૪ “તેઓ આ વસ્ત્રો બનાવે: છાતીએ પહેરવાનું ઉરપત્ર,+ એફોદ,+ બાંય વગરનો ઝભ્ભો,+ ચોકડીવાળો ઝભ્ભો, પાઘડી+ અને કમરપટ્ટો.+ તેઓ એ પવિત્ર વસ્ત્રો તારા ભાઈ હારુન અને તેના દીકરાઓ માટે બનાવે, જેથી તેઓ યાજકો તરીકે મારી સેવા કરી શકે.
૭ પછી તેણે હારુનને ઝભ્ભો+ પહેરાવ્યો અને તેની કમરે કમરપટ્ટો+ બાંધ્યો. પછી તેને બાંય વગરનો ઝભ્ભો+ પહેરાવ્યો. એના પર એફોદ*+ પહેરાવ્યો અને તેની કમરે એફોદનો ગૂંથેલો કમરપટ્ટો+ કસીને બાંધ્યો.