-
૨ શમુએલ ૧૩:૧૦-૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ આમ્નોને તામારને કહ્યું: “ભોજન* મારા સૂવાના ઓરડામાં લઈ આવ, જેથી હું એ તારા હાથે ખાઉં.” તામારે દિલ આકારની રોટલીઓ બનાવી. એ લઈને તે પોતાના ભાઈ આમ્નોનના સૂવાના ઓરડામાં ગઈ. ૧૧ તામાર જેવી એ રોટલી આપવા આમ્નોનની પાસે ગઈ કે તેણે તેને પકડી લીધી અને કહ્યું: “આવ મારી બહેન, મારી સાથે સૂઈ જા.” ૧૨ પણ તેણે કહ્યું: “ના, મારા ભાઈ, ના! મારી આબરૂ લેશો નહિ, કેમ કે ઇઝરાયેલમાં આવું કદી થયું નથી.+ આવી મૂર્ખાઈ કરશો નહિ.+
-