૨૧ જો કોઈ માણસ પોતાની ભાભી સાથે જાતીય સંબંધ બાંધે, તો એ ઘૃણાસ્પદ કામ છે.+ તે પોતાના ભાઈનું અપમાન કરે છે.* તે બંને સ્ત્રી-પુરુષને મારી નાખવાં, જેથી તેઓને બાળક ન થાય.
૫ “જો ભાઈઓ આસપાસમાં રહેતા હોય અને તેઓમાંનો એક મરણ પામે અને તેને દીકરો ન હોય, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર બીજા કોઈ સાથે લગ્ન કરવું નહિ. તેના પતિનો ભાઈ તેની સાથે લગ્ન કરે અને તેના પ્રત્યે પતિના ભાઈ તરીકેની ફરજ બજાવે.*+
૧૭ હેરોદે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયા સાથે લગ્ન કરી લીધા હતા. હેરોદિયાને લીધે હેરોદે માણસો મોકલીને યોહાનને પકડ્યો હતો. તેણે યોહાનને સાંકળોથી બાંધીને કેદમાં પૂર્યો હતો.+૧૮ એ માટે કે યોહાન હેરોદને આમ કહેતો હતો: “તારા ભાઈની પત્નીને તેં પોતાની પત્ની બનાવી છે, એ યોગ્ય નથી.”+