૨૬ “તમારા ઈશ્વર યહોવા જે દેશ તમને વારસા તરીકે આપે છે, એમાં જ્યારે તમે પ્રવેશો, એને કબજે કરો અને એમાં વસી જાઓ, ૨ ત્યારે તમારા ઈશ્વર યહોવા જે દેશ તમને આપે એની ફસલનો પહેલો હિસ્સો એક ટોપલીમાં મૂકો. પછી તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે, ત્યાં એ લઈ જાઓ.+